સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી હવે શિયાળો ધીમા પગે વિદાય લઇ રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયુ હતુ જેના કારણે હાઇવે ઉપર વાહનો ચલાવવામાં ભારે મુશ્કેલી પડી હતી. જયારે ગાઢ ધુમ્મસના કારણે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સવારે મુંબઇથી આવતી ઇન્ડિગો અને એરઇન્ડિયાની ફલાઇટો મોડી પડતા મુસાફરોને એકાદ કલાક સુધી બેસી રહેવુ પડયુ હતુ.
આજે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસનું આક્રમણ જોવા મળ્યુ હતુ.
જેના કારણે સવારે 9 વાગ્યા બાદ સૂર્યનારાયણના દર્શન થયા હતા. આ ઉપરાંત ધુમ્મસના કારણે કેટલાક સ્થળે હાઇવે અને અન્ય રસ્તાઓ ઉપર પણ વિઝિબિલિટી ઝીરો થઇ જતા 50 ફૂટ દૂર જોવુ પણ મુશ્કેલ થઇ ગયુ હતુ જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી.
ગરમીનો પારો પણ ધીરે ધીરે ઉચકાઇ રહ્યો છે. દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભઇ થઇ રહ્યો છે.
