સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. ત્યા આજે વહેલી સવારે ગાઢધૂમ્મસ છવાયો હતો. સવારે અને રાત્રે ઠંડી તથા દિવસે ગરમી વચ્ચે ચાલુ સપ્તાહના અંતમોં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ફરી ખેડૂતોનીસ ચિંતામાં વધારો થયો છે.
હાલમાં ઠંડીના પ્રમાણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. જેમાં અમુક દિવસોમાં વધારે ઠંડી અને અમુક સમયે ઓછી ઠંડી પડી રહી છે. ઉત્તરાયણ બાદ ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. ત્યારે આગામી દિવસોના હવામાનને લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ રાજ્યમાં 2 ફેબ્રુઆરીથી કમોસમી વરસાદ પડવાની શક્યતા હોવાનું જણાવવામાં આવ્યું છે.