જામનગરમાં ડેન્ગ્યૂનો ઉપાડો, મહાપાલિકા દ્વારા ડોર ટુ ડોર સર્વે-દવા વિતરણ

જામનગર શહેરમાં વરસાદી સિઝન પૂર્ણ થયા બાદ મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ખાસ કરીને ડેંગ્યુના કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.…

જામનગર શહેરમાં વરસાદી સિઝન પૂર્ણ થયા બાદ મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ખાસ કરીને ડેંગ્યુના કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષના જાન્યુઆરીથી અત્યાર સુધીમાં જામનગર શહેરમાં ડેંગ્યુના કુલ 96 કેસ નોંધાતાં મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. રોગચાળાને કાબૂમાં લેવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે, દવાનો છંટકાવ, દવાઓ અને જરૂૂરી ગોળીઓનું વિતરણ તેમજ ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.જામનગર મહાનગરપાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. એમ.એચ. ગોરીના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષ દરમિયાન શહેરમાં ડેંગ્યુના કુલ 96 કેસ નોંધાયા છે.

જેમાં ખાસ કરીને છેલ્લા ત્રણ મહિનામાં જ 86 કેસ સામે આવ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં ડેંગ્યુના 8 કેસ નોંધાયા હતા, જ્યારે ઓક્ટોબર મહિનામાં આ આંકડો વધીને 35 થયો હતો. બીજી તરફ, ચાલુ નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ડેંગ્યુના 39 કેસ નોંધાઈ ચૂક્યા છે. આમ, વરસાદી સિઝન બાદ મચ્છરોના ઉપદ્રવ સાથે ડેંગ્યુના કેસમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે. ડેંગ્યુ સહિતના મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં સઘન કામગીરી શરૂૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ઘરે ઘરે જઈને સર્વે કરવામાં આવી રહ્યો છે. ઘરમાં તેમજ આસપાસના વિસ્તારમાં પાણી ભરેલાં ખુલ્લાં પાત્રો, ટાંકીઓ, કુંડીઓ અને અન્ય પાણીના સંગ્રહસ્થાનોની તપાસ કરવામાં આવે છે. જ્યાં મચ્છરના પોરા મળી આવે ત્યાં પોરાનાશક દવાનો છંટકાવ કરી તેનો નાશ કરવામાં આવે છે.

આ ઉપરાંત નાગરિકોને જરૂૂરી દવાઓ અને ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મચ્છરોના ઉપદ્રવને નિયંત્રણમાં લેવા માટે વિવિધ વિસ્તારોમાં ફોગિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની સાથે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ટીમો પણ આ કામગીરીમાં જોડાઈ છે. નાગરિકોને ઘરની આસપાસ પાણી ભરાઈ રહે તેવા સ્થળો દૂર રાખવા, પાણીનાં પાત્રોને ઢાંકીને રાખવા, કૂલર અને અન્ય પાણીનાં પાત્રોની નિયમિત સફાઈ કરવા તેમજ મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા જરૂૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં 10કેસસપ્ટેમ્બર માસમાં 8 કેસ, ઓક્ટોબર માસમાં 35 કેસ અને નવેમ્બર માસમાં (27મી સુધી)39 સહિત કુલ 94 કેસ સામે આવ્યા છે. ત્યારે જાન્યુઆરીથી નવેમ્બરના સુધીમાં મેલેરિયાના 18 કેસ નોંધાયા છે. ચિકનગુનિયાનો એક પણ કેસ સામે આવ્યો નથી. અને જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે સર્વેલન્સ અને મચ્છર નિયંત્રણની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે.

15 જેટલા ખાણીપીણીના એકમોમાં તપાસ, 16 કિલોથી વધુ અખાદ્ય ખોરાકનો નાશ

જામનગર શહેરમાં નાગરિકોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ખાણીપીણીના એકમો સામે તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તા. 25 નવેમ્બરના રોજ શહેરના તીનબત્તી વિસ્તાર, કાલાવડ નાકા અને હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં આવેલા આશરે 13 નોનવેજ રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન એક રેસ્ટોરન્ટને જરૂૂરી સુધારા કરવા ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ આપવામાં આવી હતી, જ્યારે અન્ય એક રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળતાં તેનું વેચાણ બંધ કરાવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ખાદ્યપદાર્થોના કુલ ચાર નમૂના લેવામાં આવ્યા હતા, જે ચકાસણી માટે જામનગર મહાનગરપાલિકાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત અંદાજે રૂૂ. 1,060ની કિંમતનો ચાર કિલો વાસી ખોરાક મળી આવતાં તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. બીજી તરફ, મળેલી ફરિયાદના આધારે સિદ્ધનાથ ફૂડ ઝોન અને આશા બેકર્સ ખાતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 3.6 કિલો ખારી તથા 12 કિલો બટેટાનો મસાલો મળી કુલ 15.6 કિલો ખાદ્યપદાર્થો બિનઆરોગ્યપ્રદ અને અસ્વચ્છ સ્થિતિમાં મળી આવ્યા હતા. અંદાજે રૂૂ. 1,400ની કિંમતના આ ખાદ્યપદાર્થોનો પણ સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *