રોડ પર થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરતું કોર્પોરેશન
મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી બંધ થયેલ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે. જે અંતર્ગત વોર્ડ નં. 2 તથા વોર્ડ નં. 7 માં એક છાપરું અને એક અનઅધિકૃત દિવાલનું બાંધકામ દૂર કરી રોડ ખુલ્લો કરાવાયો હતો.
મહાનગરપાલિકાના સીટી એન્જીનીયર એએ રાવલના આદેશ અનુસાર સેન્ટ્રલઝોન ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આજરોજ મહાનગરપાલિકાના વોર્ડ નં. 2 તથા 7 માં અનઅધિકૃત બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરી વોર્ડ નં. 2 માં બાલાજી લાઈફસ્ટાઈલ એપાર્ટમેન્ટ શ્રોફ રોડ ઉપર રોડમાં નડતર રૂપ છાપરાનું દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. તેવી જ રીતે સેન્ટ્રલજોનમાં વોર્ડ નં. 7 માં કોલેજવાડી સેરી નં. 4 માં સુસિલ નિવાસની બાજુમાં આસામીઓ દ્વારા કરવામાં આવેલ અનઅધિકૃત દિવાલનું બાંધકામ દૂર કરવામાં આવેલ આ કામગીરી ટાઉન પન્લાનીંગ શાખા, સેન્ટ્રલઝોન સ્ટાફ તથા બાંધકામ શાખા, જગ્યારોકાણ શાખા, રોશની શાખા અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે વિજિલન્સના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.