કાલથી સિદસરમાં પંચદિવસીય મહોત્સવ મંગલમ્નો શંખનાદ

પાટીદારોને સમાજ વિકાસનો નૂતન પંથ નિર્માણ કરવા મહોત્સવના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીની અપીલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ગુરુવારે સિદસરમાં વિશાળ કૃષિ સંમેલન ‘મા’ના નામની મેંહદી મૂકી…

પાટીદારોને સમાજ વિકાસનો નૂતન પંથ નિર્માણ કરવા મહોત્સવના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીની અપીલ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ગુરુવારે સિદસરમાં વિશાળ કૃષિ સંમેલન

‘મા’ના નામની મેંહદી મૂકી સવા લાખ બહેનો શ્રી 1। શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં જોડાશે

આવતીકાલ તા. રપ ડીસેમ્બર-2024 થી જગત જનની મૉં ઉમિયાના પ્રાગટયના 1રપ વર્ષ નિમિતે યોજાનારા 5 દિવસીય શ્રી 1મ શતાબ્દી મહોત્સવ ઉજવણીની સાથોસાથ સૌરાષ્ટ્રભરના અઢીલાખ થી વધુ પાટીદાર પરિવાર માટે સામાજીક વિકાસનો નૂતન પંથ નિર્માણ કરશે તેમ ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા અને ઉમિયાધામના ચેરમેન મૌલેશભાઈ ઉકાણીએ જણાવ્યુ છે. મૉં ઉમિયાની ભકિત થકી સરસ્વતીની સાધનાના સંકલ્પ સાથે દસ જેટલા સંમેલનોમાં વિવિધ ક્ષેત્રના આગેવાનો સમાજને નવી રાહ ચિંધવા પ્રરીત કરશે. મા ઉમિયાના દર્શન, મહોત્સવનો લ્હાવો માણવા પાટીદાર સમાજનો માનવ મહેરામણ ઉમટશે.

સિદસર ખાતે શ્રી 1। શતાબ્દી મહોત્સવમાં સૌરાષ્ટભરના વિવિધ શહેરો તાલુકા તથા ગ્રામ્ય વિસ્તોરો માંથી દરરોજ લાખો ભાવીકો ભાગ લઈ મૉં ઉમિયાના ચરણોમાં શિશ ઝુકાવશે. પાંચ દિવસીય શ્રી 1। શતાબ્દી મહોત્સવ દરમ્યાન દરરોજ સાંજે મા ઉમિયાના મંદિર સામે આવેલ વેણું નદી ના કાંઠે ‘મૉં ઉમિયાની’ સહસ્ત્રદિપ આરતી કરશે. વેણુ નદીના કાંઠે ખાસ બનાવવામાં આવેલ ’વેણુઘાટ’ ખાતે ભવ્યાતિભવ્ય આરતી થશે. આરતી સમયે મૉં ઉમિયાના પ્રાગટયની યશોગાથા સાથેનો લેસર શો યોજાશે. મહોત્સવની આયોજન કમિટીના ચેરમેન ચિમનભાઈ શાપરીયા, મહામંત્રી જયેશભાઇ પટેલ, સહમહામંત્રી કૌશીકભાઈ રાબડીયાના જણાવ્યા અનુસાર હરિદ્રાર ગંગાધાટે યોજાતી આરતી જેવો જ ભવ્યાતિભવ્ય અને મનોરમ્ય દશ્ય મૉં ઉમા ની આરતી સમયે યોજાય તે માટે વેણુ નદીમાં લાઇટીંગ અને ડેકોરેશન લેસર શો સહીતનું આયોજન કરવામાં આવ્યુ છે. ઉમિયાધામ સિદસર માં મૉં ના સાનીધ્યમાં યાત્રાળુઓ ભાવીકો આ આરતીના દર્શન અલૌકિક અને યાદગાર બની રહેશે.

શ્રી 1મ શતાબ્દી મહોત્સવનો કડવા પાટીદાર પરિવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે. સિદસર ખાતે પાંચ દિવસીય મહોત્સવમાં દરમ્યાન વિવિધ સંમેલનો, વૈવિધ્ય સભર કાર્યક્રમો યોજાશે. તા. 27 ને શુક્રવારે યોજાનાર મહિલા સંમેલનમાં જગત જનની મૉં ઉમિયાને આરાધવા કડવા પાટીદાર પરિવારની સવા લાખ બહેનો, દિકરીઓ, કુંવારિકાઓ પોતાની હથેળીમાં ’મૉં’ ના નામથી મહેંદી મુકી અવનવી રીતે માતાજીના મહોત્સવના હર્ષ અને ઉલ્લાસને પ્રર્દશીત કરી નવો વિક્રમ સર્જશે. મહિલા સંમેલનમાં બહેનો બહોળી સંખ્યામાં જોડાશે તેમજ 1250 જેટલી દિકરીઓ શિર પર ઝવેરા લઇ ઝવેરા યાત્રામાં જોડાશે. આ દિકરીઓનું પૂજન કરી તેમને પ્રસાદ રૂૂપે ખીર રોટલી તેમજ ભેટ આપવામાં આવશે.

સિદસર ખાતે શ્રી 1। શતાબ્દી મહોત્સવમાં આવતા ભાવીકોમાં ચક્ષુદાન અંગદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે મહોત્વમાં વિવિધ જગ્યાઓ પર 15 બાય 15 ના 4 ડોમ ની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં યાત્રાળુઓને અંગદાન-ચક્ષુદાનનું મહત્વ સમજાવી સંકલ્પપત્રો ભરાવાશે. આ પ્રેરણાત્મક કાર્ય ડો. દિવ્યેશ વિરોજાના માર્ગદર્શન હેઠળ અંગદાન સમિતિના અધ્યક્ષ કિંજલભાઈ મણવર, ઉપાધ્યક્ષ રોનકભાઈ કડીવાર, મંત્રી સંદીપભાઈ સોલાધ્રા, સહમંત્રી વ્યોમેશભાઈ સંતોકી તેમજ 40 સ્વયંસેવકોની ટીમ દ્રારા કરવામાં આવશે.સિદસર ખાતે તા. 26 ને ગુરૂૂવારના રોજ સવારે 9 કલાકે યોજાનાર કૃષિ સંમેલનમાં સમારોહના અધ્યક્ષ તરીકે ઉમિયાધામ સિદસરના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, ઉદ્ઘાટક તરીકે ગુજરાત રાજયના મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી મુખ્ય મહેમાન તરીકે કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી રાધવજીભાઈ પટેલ, જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવરીયા, અતિથિવિશેષ તરીકે વિશ્વ ગુજરાતી સમજના પ્રમુખ સી.કે. પટેલ, ઉઝાના પૂર્વ પ્રમુખ મણીભાઈ મમ્મી, અમદાવાદના કાંતિભાઈ રામ, પ્રહલાદભાઈ, પાટીદાર સમાજ અમદાવાદના પ્રમુખ મગનભાઈ જાવીયા, પાટીદાર સમાજ વડોદરાના પ્રમુખ મણીભાઈ વાછાણી, પાટીદાર સમાજ સુરતના પ્રમુખ વજુભાઈ માણાવદરીયા, પાટીદાર સમાજ મુંબઇના પ્રમુખ ગીરીશભાઈ ગોવાણી, સુરેન્દ્રનગરના પરસોતમભાઈ વરમોરા, મુંબઇના ભગવાનજીભાઈ હેદપરા ઉપસ્થિત રહેશે.બપોરબાદ 3 કલાકે યોજાનાર સામાજીક સંમેલનમાં સમારોહના અધ્યક્ષ તરીકે ઉમિયા માતાજી સંસ્થાન ઉઝાના પ્રમુખ બાબુભાઇ જમનાદાસ પટેલ, ઉદ્ઘાટક તેમજ મુખ્ય વકતા તરીકે સાંસદ પરસોતમભાઇ રૂૂપાલા, મુખ્ય મહેમાન તરીકે સમુદિધી યોજના-ર ના મહાપદ્મ દાતા જીવનભાઈ ગોવાણી, અતિથિ વિશેષ તરીકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદના પ્રમુખ આર.પી.પટેલ, ખોડલધામ કાગવડના પ્રમુખ નરેશભાઈ પટેલ, ઉમિયાધામ સુરતના પ્રમુખ જશુભાઈ પટેલ, સમસ્ત પાટીદાર સમાજ સુરતના પ્રમુખ વેલજીભાઈ શેટા, ઉમિયાધામ રાજકોટના પ્રમુખ અરવિંદભાઈ પટેલ, સરદારધામ અમદાવાદના ગગજીભાઈ સુતરીયા, ઉમાધામ ગાંઠીલાના પ્રમુખ નિલેશભાઈ ધુલેશીયા, ઉમિયાધામ નાગપુરના પ્રમુખ જીવરાજભાઈ પટેલ, ઉમિયાધામ વાંઢાઈના પ્રમુખ હંસરાજભાઈ ધોળુ, ઉમિયાધામ મેંગલોરના પ્રમુખ મગનભાઈ ઘેટીયા, ઉમિયાધામ લીલીયાના પ્રમુખ બાબુભાઈ ધામત, ઉમિયાધામ ચિત્રી રાજસ્થાનના પ્રમુખ રમેશભાઈ પાટીદાર, મહોત્સવના અન્નપૂર્ણા દાતા નંદલાલભાઇ માંડવીયા, મયુરભાઈ પરસાણીયા, રાજકોટના વલ્લભભાઇ વડાલીયા, નાથાભાઈ કાલરીયા, જૂનગઢના અગ્રણી કાંતીભાઈ ફળદુ, મોરબીના દુર્લભજીભાઈ દેથરિયા, શાપુરના વાલજીભાઈ ફળદુ, વિન્ટેલ ગ્રુપ મોરબીના કે.જી. કુંડારીયા, મોટો ગ્રુપ મોરબીના ત્રંબકભાઈ ફેફર, વેલેન્સીયા ગ્રુપ મોરબીના ત્રિભોવનભાઈ વાંસજાળીયા, દુર્લભજીભાઈ એલ. રંગપરીયા, સુરતના ભગવાનદાસ કે. સવસાણી, અમદાવાદના કિશોરભાઈ વિરમગામા, રાજકોટના મૂળજીભાઈડી મુળજીભાઈ ભીમાણી, મુંબઇના હરિશભાઈ ભાલોડીયા, આર.સી.માકડીયા, કંચનબેન હદવાણી, ગીંગણીના રમેશભાઈ સાપરીયા, અમેરીકાથી અશ્વિનભાઇ જાવીયા, દિપકભાઈ ગોવાણી ઉપસ્થિત રહેશે. તેમ શ્રી 1મ શતાબ્દી મહોત્સવની પ્રેસ મિડીયા સમિતિના અધ્યક્ષ રમેશભાઈ ધોડાસરા તથા મંત્રી રજની ગોલ ની યાદીમાં જણાવાયુ છે.

5000 લોકોને વ્યસનમૂક્ત કરવાનો નિર્ધાર
શ્રી 1। શતાબ્દી મહોત્સવમાં વ્યસનમૂકિત સમિતિ દ્રારા મહોત્સવમાં ભાગ લેનાર યાત્રીકો જેને વ્યસન હોય તેવા 5000 ભાવીકોને વ્યસનમૂકત કરવાનો નિર્ધાર કયો છે. 35 જેટલા સભ્યો તેમજ 4 જેટલા ડોકટર્સની ટીમ દ્રારા વ્યસનમૂકિત ઝુંબેશ ચલાવાશે. મહોત્સવ સ્થળે 60 ફુટ બાય 90 ફુટના ડોમમાં વ્યસનમૂકિતને લગતા વિવિધ ચાર્ટ, ચિત્રો દ્રારા પ્રદર્શન કરવામાં આવશે સ્થળ પર માઉથ કેનિંગ કરી ડોકટરો, સમિતિના સભ્યો દ્રારા સંકલ્પપત્ર ભરાવવામાં આવશે. વ્યસનમૂકિત સમિતિ દ્રારા વિશેષ રૂૂપે વિદ્યાર્થીઓ તેમજ યુવાનોને વ્યસનમૂકત થવાની પ્રેરણા મળી રહે તેવી હદયસ્પર્શી અને સહજ માર્ગદર્શન ડો. દિપેશ ભલાણી, ડો. ગૌતમ માકડીયા દ્રારા આપવામાં આવશે. કુંડારીયા ફાઉન્ડેશન દ્રારા કેન્સર પ્રીવેન્શન માટે સચોટ માર્ગદર્શન આપવામાં આવશે. વ્યસનમૂકતિ સમિતિના અધ્યક્ષ પુનિતભાઈ ચોવટીયા, ઉપાધ્યક્ષ સાજન પાણ, મંત્રી ભાવેશ ડઢાણીયા, સહમંત્રી ભાવનાબેન માકડીયા, ડો.મીતાબેન પટેલ જહેમત ઉઠાવી રહયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *