સુત્રાપાડા કાકરી ગેટ પાસે 25 દુકાનોનું ડિમોલિશન

  કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દબાણ હટાવવાની કામગીરી ઝૂંબેશ સ્વરૂૂપે ચાલુ છે. ત્યારે આજે સૂત્રાપાડામાં પણ ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ આકરી કાર્યવાહી…

 

કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દબાણ હટાવવાની કામગીરી ઝૂંબેશ સ્વરૂૂપે ચાલુ છે. ત્યારે આજે સૂત્રાપાડામાં પણ ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવી હતી.

સૂત્રાપાડા નગરપાલિકા વિસ્તારમાં સૂત્રાપાડા કાકરી ગેટથી સૂત્રાપાડા ગામમાં જતાં જાહેર માર્ગ પર આવેલી આશરે 2000 ચોરસ મીટર જગ્યાની જમીનમાં આવેલ વાણિજ્ય હેતુની કુલ 25 દુકાનોનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

આ જાહેર માર્ગ પરથી 2000 ચોરસ મીટર જમીનનું આશરે કિંમત રૂૂ. 70 લાખનું વાણિજ્ય હેતુનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. હજુ પણ આ રીતે ગેરકાયદેસર બાંધકામમાં વિરુદ્ધ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *