ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીનું નીચા ભાવે વેચાણ અટકાવવા માંગ

  ગુજરાત રાજ્ય તેલ અને તેલીબિયા એસોસિયેશન ના સેક્રેટરી એ કેન્દ્રીયકૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને પત્ર પાઠવી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદનાર કેટલીક એજન્સીઓએ…

 

ગુજરાત રાજ્ય તેલ અને તેલીબિયા એસોસિયેશન ના સેક્રેટરી એ કેન્દ્રીયકૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને પત્ર પાઠવી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદનાર કેટલીક એજન્સીઓએ ઉતાવળે નીચા ભાવે મગફળી વેચવાનું શરૂૂ કરતાં ખેડૂતો પર -ભાવ તૂટવાનો જોખમ ઊભું થયું છે તાકીદે સરકારે આવું વેચાણ અટકાવવા પગલાં લેવા જોઈએ તેવી રજૂઆત કરી છે

રાજ્યમાં તૈયાર થયેલ મગફળીના ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓએ ટેકાના ભાવે મગફળીની ખરીદી 8 ફેબ્રુઆરી 25 સુધી કિવન્ટલ ના 6782 ના ભાવે ખરીદી હતી અને આશ્ચર્યજનક રીતે દોઢ મહિનામાં જ અનેક સંસ્થાઓએ મગફળીનું વેચાણ શરૂૂ કરી દીધું છે, હજુ ખેડૂતોની 25% જ મગફળી ટેકાના ભાવે ખરીદાય છે ખેડૂતો પાસે 75% મગફળી વેચવાની બાકી છે બજારમાં કયારેય મગફળીની અછત સર્જાય તેવી પરિસ્થિતિ જ નથી કેટલીક એજન્સીઓ એ 6782 ના ભાવની મગફળી નું 5100 કે 5200 માં વેચાણ શરૂૂ કર્યું છે સંસ્થાઓના નીચા ભાવે કરાતા વેચાણ થી બજારમાં મગફળીના ભાવો તૂટશે અને ખેડૂતોને મોટું નુકસાન થશે અને ઓછા ભાવના કારણે મગફળીના વાવેતરમાં ઘટાડો થશે અને તેલની આયાત કરવાની ફરજ પડશે. અજયભાઈ જાનીએ કેન્દ્રીય કૃષિ મંત્રી વેરિાજ સિંહ ચૌહાણને સંબોધીને રજૂઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *