લાયસન્સ, સીટબેલ્ટ, પીયુસી અને વિમા વગર વાહન ચલાવતા 432 ચાલક ઝડપાયા

રાજકોટમાં ટ્રાફિક અને આરટીઓના નિયમ તોડતા 1200 જેટલા વાહનો સામે રાજકોટ આરટીઓ દ્વારા કાર્યવાહી કરતા રૂા.57.59 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધારે સીટબેલ્ટ,…

રાજકોટમાં ટ્રાફિક અને આરટીઓના નિયમ તોડતા 1200 જેટલા વાહનો સામે રાજકોટ આરટીઓ દ્વારા કાર્યવાહી કરતા રૂા.57.59 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધારે સીટબેલ્ટ, પીયુલસી અને વિમા વગરના વાહન ચાલકો ઝડપાયા હતા. આરટીઓ અધિકારી કેતન ખપેડના જણાવ્યા મુજબ માર્ચમાં આરટીઓ દ્વારા નિયમ તોડનાર વાહન ચાલકો સામે કાયદાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું. જેમાં ઓવર લોડ વાહન ચલાવતા 176 ચાલકો પાસેથી રૂા.22.48 લાખ, 117 ઓવર ડાઇમેન્શન ચાલકો પાસેથી 8.36 લાખ, કલેન્ડેસ્ટાઇન ઓપરેશનના 14 ચાલકોને રૂા.1.40 લાખ, ટેક્ષ વગર વાહન ચલાવનાર 29 ચાલકોને રૂા.9.60 લાખ દંડ કરાયો હતો. ઉપરાંત નિયમ વિરૂધ્ધની એલઇડી લાઇટ લગાવી વાહન ચલાવતા 186 ને રૂા.1.88 લાખનો દંડ, રેડીયમ રેફલેકટર સહીતના ગુનાઓ કરનાર 38ને રૂા.38000 અને ફિટનેશ વગર જોખમી રીતે વાહન ચલાવનાર 129ને રૂા.6.45 લાખનો દંડ, અન્ય 27 કેસમાં રૂા.27000નો દંડ, ઓવરસ્પીડ અને અન્યને જોખમમાં મુકતા 52 ચાલકોને રૂા.1 લાખનો દંડ કરાયો હતો.

ઉપરાંત હેલ્મેટ, સીટ બેલ્ટ, પીયુસી અને વીમો નહીં કરાવનાર અને નિયમોનો ઉલાળીયો કરનાર સૌથી વધારે 291 ચાલકો ઝડપાતા તેના રૂા.2.89 લાખનો દંડ ફટકારાયો હતો. જયારે લાયસન્સ ફરજીયાત હોવા છતા ટ્રાફિકના નિયમોનો ઉલાળ્યો કરી લાયસન્સ વગર વાહન ચલાવતા 141 ચાલકોને રૂા.2.82 લાખનો દંડ ફટકારાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *