સૌરાષ્ટ્ર પ્રાંત વિહિપ દ્વારા ગુજરાતના તમામ સાંસદો, કેન્દ્રીય મંત્રીઓને આવેદન આપી રજૂઆત
કેન્દ્રીય વિશ્વ હિંદુ પરિષદની સૂચના મુજબ દરેક પ્રાંત ના પદાધિકારીઓ દ્વારા તેમના વિસ્તારના મંત્રીઓ તેમજ લોકસભા અને રાજ્ય સભા ના સાંસદની મુલાકાત શરુ કરી છે જેમાં ભરત ભાઇ સુતરીયા, પૂનમ બેન માડમ, કેસરીદેવસિહ ઝાલા, શક્તિસિંહ ગોહિલ, ચંદુ ભાઈ સિહોરા, રાજેશ ભાઈ ચુડાસમા, વિનોદ ભાઈ ચાવડા, મનસુખ ભાઈ માંડવીયા, રામ ભાઈ મોકરિયા, પરષોત્તમ ભાઈ રૂૂપાલા તેમજ કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને લોકસભા ના સાંસદ નિમુ બેન બાંભણિયા ની મુલાકાત તેમની દિલ્હી ખાતે ઓફિસે કરી હતી જેમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા લાગુ કરાયેલ નિયંત્રણોથી મંદિરોને મુક્ત કરવા માટે વિહિપની માંગ સાથે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરાઈ હતી.
વિશ્વ હિંદુ પરિષદ કેન્દ્રીય માર્ગદર્શન મુજબ સૌરાષ્ટ્ર પ્રાંત ના વિશેષ સંપર્ક પ્રમુખ કૃણાલ ભાઈ વ્યાસ, સૌરાષ્ટ્ર પ્રાંત ના પ્રચાર પ્રસાર પ્રમુખ હિરેન ભાઈ રૂૂપારેલિયા, સૌરાષ્ટ્ર પ્રાંત ના વિશેષ સંપર્ક ટોળી સદસ્ય દીપક ભાઈ ગમઢા તેમજ કચ્છ વિભાગ ના મંત્રી ચંદુ ભાઈ રૈયાણી દિલ્હી ખાતે સૌરાષ્ટ્ર પ્રાંત ના તમામ સાંસદની રૂૂબરૂૂ મુલાકાત કરી હતી ત્યારે કેબિનેટ મંત્રી નીમુ બેન બાંભણિયા ને પણ વિશેષ મુલાકાત કરતા રજૂઆત કરાઈ હતી.
આ વિશેષ મંદિરો સરકારી અંકુશ દૂર કરવા, સનાતનને થતા કાનૂની અન્યાય દૂર કરવા વકફ બોર્ડનો જે વિવાદ હમણાં ચાલે છે તેની રજૂઆત કરાઈ હતી. મંદિરોને નિયંત્રણ મુકત કરવા પર ભાર મુક્યો છે. 1992 થી હિન્દુ મંદિર અને સંસ્થાઓ સરકારી નિયંત્રણમાં છે જેના કારણે મંદિરોમાં થતી શિક્ષા. કલા મૂર્તિ કલા વાસ્તુકલા સંગીત કવિતા સાહિત્ય વિવાદ સમાધાન જેવી પ્રવૃત્તિઓ બંધ છે. મંદિરો ખાલી પૂજાના સ્થળ ન હતા પરંતુ વિવિધ પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતા.
1925માં સરકારી નિયંત્રણ ફરીથી લાગુ કરાયું, 1817 માં ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા નિયંત્રણે શરૂૂ કરાયું હતું પરંતુ માં 1863 માં મંદિરો હિંદુ સમાજને પરત સોંપી દેવાયા હતા. 1925 માં સરકારી નિયંત્રણ ફરીથી લાગુ કરાયું હતું. જોકે, તેમાંથી મુસ્લિમ સંસ્થાનોને બાકાત રાખ્યા તા. આ અન્યાય દૂર કરવા એક મુસદ્દો બનાવાયો છે જેમાં સરકાર રાજનૈતિક નેતૃત્વ અને નોકરશાહના નિયંત્રણ ન હોય. હિન્દુ ધન માત્ર હિંદુ કાર્યો પર જ ખર્ચ કરવા અને મંદિરોની આવક જાવકના હિસાબ પારદર્શક રીતે થાય તેવી માંગ કરાઈ રહી છે. જિલ્લા સ્તરે એક જિલ્લા ધાર્મિક પરિષદ હશે અને તેની નિયુક્તિ રાજ્ય ધાર્મિક પરિષદ દ્વારા કરશે. ધાર્મિક પરિષદમાં સમાજના તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ હશે તેમ સૌરાષ્ટ્ર પ્રાંત સંપર્ક પ્રમુખ કૃણાલ ભાઈ વ્યાસે તેમજ સાથી વિહિપ ના અધિકારીઓ એ જણાવ્યું હતું…