બસપોર્ટમાં એડવાન્સ બુકિંગની બારીનો સમય તહેવારમાં વધારવા માટે માગણી

મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઇ રાજકોટ શહેર મેગાસિટીની હરણફાળ તરફ આગળ વધતું શહેર છે. ત્યારે રાજકોટ શહેરમાં સૌરાષ્ટ્રના પાટનગર સમાન આ શહેરમાં…

મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઇ

રાજકોટ શહેર મેગાસિટીની હરણફાળ તરફ આગળ વધતું શહેર છે. ત્યારે રાજકોટ શહેરમાં સૌરાષ્ટ્રના પાટનગર સમાન આ શહેરમાં હાલ તહેવારો હોય એસ.ટી બસપોર્ટ પર હકળેઠઠ મેદની છે. બસપોર્ટમાં અપુરતી બેઠક વ્યવસ્થાને પગલે મુસાફરોને ઉભું રહેવું પડે છે. હાલ રાજકોટના એસ.ટી બસપોર્ટ ખાતે જ ફક્ત એડવાન્સ બુકિંગની વ્યવસ્થા છે સેટેલાઈટ એસ.ટી બસ સ્ટેશન, માધાપર એસ.ટી બસ સ્ટેશન કે ગ્રીનલેન્ડ ચોકડી પીકપ પોઇન્ટ પર આ સુવિધા હાલ ઉપલબ્ધ નથી સેટેલાઈટ એસ.ટી બસ સ્ટેશન ખાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પૂરતો સ્ટાફ હોવા છતાં કોઈ કારણોસર તહેવારો હોવા છતાં મુસાફરોને એડવાન્સ બુકિંગની સુવિધા મળતી નથી. દરેક મુસાફરો પાસે આધુનિક મોબાઈલ ફોન હોય નહીં અને હોય તો પણ બુક કરતાં ન ફાવે જે પગલે આજે સવારથી જ એડવાન્સ બુકિંગની બારી પર લાંબી લાઈનો લાગી હતી અને છેલ્લે જે મુસાફર આવે તેને બે કલાક જેટલો સમય ફરજિયાત ઊભું રહેવું પડે કારણ કે અહીંયા બેઠક વ્યવસ્થા નો સદંતર અભાવ છે.

આજરોજ આ અંગે મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા ઢેબર રોડ ખાતેના એસ.ટી બસપોર્ટ ખાતે ઉપસ્થિત હોય ત્યારે તેમના ધ્યાનમાં આ લાંબી લાઈન નજરમાં આવતા અને મુસાફરોને બે કલાક સુધી જ્યારે ઉભું રહેવું પડે જે પગલે વધુ એક બારી ખોલાવવા ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જને રૂૂબરૂૂ બોલાવી આ અંગે વધુ બારી ખોલાવી મુસાફરોની હાલાકી તાત્કાલિક દૂર કરવા અને સાતમ આઠમના તહેવારો સુધી જે બારી 10-30 ખુલે છે તે બારીને તહેવારો દરમિયાન વહેલી ખોલવા રજૂઆત કરી હતી.

એડવાન્સ બુકિંગ બારી પર મુસાફરોને સિનિયર સિટીઝનને ઊભું ન રહેવું પડે એ માટે બેઠક વ્યવસ્થા તાત્કાલિક કરવા અધિકારી ગણને રજૂઆત કરી હતી રૂૂબરૂૂ રજૂઆત કરતા પ્રશ્નોનું સ્થળ ઉપર નિરાકરણ કરી જે બારી 10-30 કલાકે ખૂલે છે તે બારી તાત્કાલિક ખોલવાનો આદેશ કર્યો હતો અને જણાવ્યું હતું કે તહેવાર સુધી વધુ સમય સુધી એડવાન્સ બુકિંગ કરવા આવતા મુસાફરોને કોઈ હાલાકી ન પડે એ માટે પ્રયત્ન કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *