લાખાજીરાજ રોડ વિસ્તારને નો-ફેરિયા ઝોન જાહેર કરવા માંગ

લાખાજીરાજ રોડ બજારમા વર્ષોથી રહેલા પાથરણાનાં દબાણો હટાવવાની માંગણી સાથે રાજકોટ હોલસેલ ટેકસટાઇલ્સ મર્ચન્ટ એસો. એ મનપાનાં સ્ટેન્ડીગ કમિટીનાં ચેરમેન અને મેયરને આવેદન પાઠવ્યુ હતુ.…

લાખાજીરાજ રોડ બજારમા વર્ષોથી રહેલા પાથરણાનાં દબાણો હટાવવાની માંગણી સાથે રાજકોટ હોલસેલ ટેકસટાઇલ્સ મર્ચન્ટ એસો. એ મનપાનાં સ્ટેન્ડીગ કમિટીનાં ચેરમેન અને મેયરને આવેદન પાઠવ્યુ હતુ.
આવેદનમા જણાવાયુ હતુ કે શહેરની મુખ્ય બજાર લાખાજી રાજ રોડ તેમજ તેને લાગુ બજાર વિસ્તારમા પાથરણાન વાળા તેમજ ફેરીયાઓ દબાણકર્તાઓ જાહેર માર્ગો ઉપર બેશી દુકાન શોરૂમમા આવતા ગ્રાહકોને અવરોધ ઉભો કરે છે.

આ બાબતે તંત્ર સમક્ષ અનેક વખત રજુઆત કરવા છતા કાયમી ઉકેલ આવતો નથી દબાણ હટાવ શાખા દ્વારા ચોકકસ કાર્યવાહી થતી નથી માટે આગામી સ્ટેન્ડીં કમીટીની મીટીંગમા ઉપરોકત સમસ્યા અંગે રજુઆત કરી ઉપરોકત વિસ્તારને નો ફેરીયા ઝોન જાહેર કરવામા આવે તેવી આ બજારનાં તમામ વેપારીઓની ઉગ્ર માંગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *