આજી-ખોખળદડ નદી વચ્ચે અંડરબ્રિજ બનાવવા માગણી

વિવિધ સોસાયટીઓ-ઔદ્યોગિક એકમો અને કોંગ્રેસ દ્વારા હાઇ-વે ઓથોરિટીને આવેદન પાઠવી સુવિધા આપવા રજૂઆત વોર્ડ નં 1પ મા હુડકો ચોડી અને આજીડેમ ચોકડી વચ્ચે આજી નદી…

વિવિધ સોસાયટીઓ-ઔદ્યોગિક એકમો અને કોંગ્રેસ દ્વારા હાઇ-વે ઓથોરિટીને આવેદન પાઠવી સુવિધા આપવા રજૂઆત

વોર્ડ નં 1પ મા હુડકો ચોડી અને આજીડેમ ચોકડી વચ્ચે આજી નદી પસાર થઇ રહી છે આ ચોવિસ કલાક ધમધમતો વિસ્તાર છે વિવિધ સોસાયટીઓ અને ઉધોગીક વિસ્તાર આવેલો છે પરંતુ હાલ ત્યા મનપા અને ગુજરાત ગેસ દ્વારા કામગીરી શરૂ હોવાથી સર્વિસ રોડ બંધ કરી દેવામા આવ્યો હોવાથી વાહન ચાલકો અને રાદારીઓને મુશ્કેલી થઇ રહી છે જેથી ત્યા નજીકમા અંડરબ્રિજ બનાવવામા આવે તેવી માંગ સ્થાનીકો દ્વારા કોંગ્રેસને સાથે રાખી હાઇ – વે ઓથોરીટીને કરવામા આવી છે. આ અંગે સ્થાનીક કોર્પોરેટરે જણાવ્યુ હતુ કે છેલ્લા એક વર્ષથી સમસ્યા થઇ રહી છે બે થી ત્રણ કિલોમીટરનો આંટો સામેની સાઇડમા જવા માટે કરવો પડી રહયો છે જેથી સમસ્યા થઇ રહી છે આ આજે ઓથોરીટીને આવેદન પાઠવી વૈકલ્પીક વ્યવસ્થા કરવા માંગ કરવામા આવી હતી.

એસોશિયન અને રેસિડેન્શિયલ ઝોને આ પ્રશ્ને સમર્થન જાહેર કર્યું જેમા હાર્ડવેર એસોશિયન – ગુજરાત મધુરમ ઇન્ડસ્ટ્રિયલ એસોશિયન- રાજકોટ હરિ ઇન્ડ્રસ્ટ્રીયલ ઝોન એસોશિયન- રાજકોટ કાંતિનગર ઇન્ડસ્ટ્રિયલ એરિયા એસોશિયન – રાજકોટ મીરા ઔદ્યોગિક સેવા સહકારી મંડળી – રાજકોટ મારુતિ ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન- રાજકોટ કિશાન ઇન્ડસ્ટ્રિયલ એરિયા – રાજકોટ સહજાનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોશિયન- રાજકોટ રામનાથ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક – રાજકોટ સંસ્કાર કો ઓપરેટિવ સોસાયટી – રાજકોટ રામ પાર્ક, મુકેશ પાર્ક, રાધે ક્રિષ્ના સોસાયટી, શિવધારા પાર્ક 1, હરિઓમ પાર્ક,શિવનગર, શિવધારા પાર્ક 2, સહજાનંદ રહેણા વિસ્તાર, વેલનાથ, જડેશ્વર પાર્ક, આ બધા રહેણાક વિસ્તાર આદિ જીઆઇડીસી, મીરા ઔદ્યોગિક સહકારી મંડળી લી. સંસ્કારી ઇન્ડસ્ટ્રીઝ ઝોન, હરિ ઇન્ડસ્ટ્રીઝ ઝોન, રાધા મીરા ઇન્ડસ્ટ્રીઝ ઝોન, કેપી ઇન્ડસ્ટ્રીઝ ઝોન, એનબી ઇન્ડસ્ટ્રીઝ ઝોન, સુવર્ણભૂમિ ઇન્ડસ્ટ્રીઝ ઝોન, આદિત્ય ઇન્ડસ્ટ્રીઝ ઝોન, રામનાથ ઇન્ડસ્ટ્રીઝ ઝોન 1,2,3,4, સુરભી ઇન્ડસ્ટ્રીઝ ઝોન, કેસરીનંદન ઇન્ડસ્ટ્રીઝ ઝોન, યંત્રંગ ઇન્ડસ્ટ્રીઝ ઝોન, ક્રાંતિનગર ઇન્ડસ્ટ્રીઝ ઝોન, ઓમ ઉદ્યોગ અને નવભારત ઇન્ડસ્ટ્રીઝ ઝોન આવા નાના-મોટા અને રહેણાક અને ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર આવેલા છે આ રજૂઆતમા કોંગ્રેસના અગ્રણી અશોકસિંહ વાઘેલા, રોહિતસિંહ રાજપૂત, કોર્પોરેટર કોમલબેન ભારાઈ ,હરેશભાઈ ભારાઈ, જયરાજભાઇ રબારી,હસુ બાપુ ભગવા ગ્રુપ,ધવલભાઇ રાયકા કૈલાસગીરી ગોસ્વામી લાખાભાઈ માલધારી પ્રભાતભાઈ આહીર હીરાભાઈ સુસરા નિર્મલભાઇ લાવડીયા અજીતભાઈ લાવડીયા સાગરભાઇ ભરવાડ વિપુલભાઈ બકુત્રા પ્રવીણભાઈ બકુત્રા ડી કે રબારી અજયભાઈ ખાંભલીયા રમેશભાઈ તરમટા કાનાભાઈ દુધરેજીયા હિતેશભાઈ સાંભળ તમામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *