રાજકોટ શહેર અને જિલ્લામાં આશરે 700 જેટલા નોટરીની નિયુકતી કેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા કરવામાં આવેલ છે. નોટરીનો દરજજો મામલતદાર સુધીનો છે ત્યારે નોટરીને એડવાન્સ પૈસા ભરીને રાજય સરકારની તિજોરી કચેરી ખાતે આપેલ કોડ પ્રમાણે ચલણથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા ખાતે પૈસા ભર્યા બાદ બીજા દિવસે તેમને બપોર બાદ નોટરી ટીકીટ તિજોરી કચેરી ફાળવે છે.
રાજકોટ શહેરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા રેસકોર્સ શાખા કે જે બહુમાળી ભવનમાં બેસે છે ત્યાંજ નોટરી મેજીસ્ટ્રેટના હોદા મુજબ માન-સન્માન જળવાઈ રહે તે માટે એસ.બી.આઈમાં સામાન્ય પબ્લીકની દરરોજ જે લાઈન લાગે છે તેમાં ઉભા રહેવાના બદલે બેંક દ્વારા નોટરી મેજીસ્ટ્રેટને અલગથી કેશ બારી ઉભી કરવા અને જુની પરંપરા મુજબ સ્ટેમ્પ વેન્ડરને સોમવારે તથા ગુરૂૂવારે અલગથી પૈસા લઈને ટીકીટ આપે છે પરંતુ નોટરીને પણ સ્ટેમ્પ વેન્ડર પ્રમાણે થયેલ પરંપરાને દુર કરીને દરરોજ તિજોરી કચેરીમાં નોટરીને જે દિવસે પૈસા ભરે તે દિવસે જ બપોર પછી ટીકીટ વિતરણ થાય તે પ્રકારે પ્રબંધ કરવા અને તિજોરી કચેરીને આદેશ કરવા કલેટરને આવેદન પત્ર પાઠવી રજુઆત રજુઆત કરવામાં આવી છે.
આ તકે રાજકોટ નોટરી એસોસિયેશનના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપભાઈ પટેલ, મંત્રી હસમુખભાઈ જોષી, વિજય રૈયાણી, નૈમિશ જોષી, પ્રદેશ ભાજપ લીગલ સેલ સદસ્ય હિતેશભાઈ દવે, બીજેપી લિગલ સેલના પુર્વ સહ-ક્ધવીનર સી.એચ. પટેલ, ગીરીશભાઈ પરમાર, રમેશભાઈ ઘોડાસરા, જીતુભાઈ ગોસ્વામી, રાજેશભાઈ દવે, નિલેશભાઈ પટેલ, રમેશભાઈ આદરોજા, પરેશભાઈ અને મહેશ્વરીબેન ચૌહાણ સહિતના હાજર રહ્યા હતા.
