કોંગ્રેસના પ્રમુખ નક્કી કરવા નેતાઓને દિલ્હીનું તેડું

શક્તિસિંહ, ભરતસિંહ, ચાવડા, ધાનાણી, ગેની બહેન, સિધ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ ખડગે – રાહુલ સાથે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ પદેથી શકતીસિંહ ગોહિલે રાજીનામુ આપી દેતા ખાલી પડેલી…

શક્તિસિંહ, ભરતસિંહ, ચાવડા, ધાનાણી, ગેની બહેન, સિધ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ ખડગે – રાહુલ સાથે

ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ પદેથી શકતીસિંહ ગોહિલે રાજીનામુ આપી દેતા ખાલી પડેલી જગ્યા ઉપર નવા અધ્યક્ષની નિમણુક કરવા ગુજરાત કોંગ્રેસનાં નેતાઓને દિલ્હીનુ તેડુ આવતા સ્થાનિક નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. આજે સાંજે ગુજરાતનાં નેતાઓ દિલ્હીમા કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તથા રાહુલ ગાંધી સાથે બેઠક યોજી નવા પ્રમુખનાં નામ અંગે ચર્ચા કરનાર છે. ત્યારે એક – બે દિવસમા જ કોંગ્રેસનાં નવા પ્રદેશ પ્રમુખનુ નામ જાહેર થઇ જવાની શકયતા દર્શાવાઇ રહી છે.

દિલ્હીથી તેડુ આવતા આજે સવારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ શૈલેષભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ અને રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલ, ગુજરાત વિધશનસભાના કોંગ્રેસના નેતા અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, સિધ્ધાર્થ પરમાર, પરેશ ધાનાણી, જગદીશ ઠાકોર સહિતના નેતાઓ દિલ્હી પહોચી ગયા હતા.

ગુજરાતમા સ્થાનીક સ્વરાજયની ચૂંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા તમામ શહેર અને જિલ્લાના પ્રમુખોની વરણી કરી દેવામાં આવી છે.જોકે સ્થાનીક કક્ષાએ સંગઠન માળખાની રચનાની પ્રક્રિયા પ્રદેશ પ્રમુખ પદેથી શકિતસિંહ ગોહિલના ઓચિંતા રાજીનામાથી અટકી પડી છે. રાજયમાં છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સતાથી વિમુખ છે. બીજી તરફ વિધાનસભાની બે બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીનું પ્રદર્શન સારૂૂ રહ્યું હતુ. પરિણામ કોંગ્રેસ માટે ખૂબજ ચિંતાજનક રહ્યા છે. આવામાં તાત્કાલીક ધોરણે નવા પ્રદેશ પ્રમુખની વરણક્ષ કરી કોંગ્રેસ ગુજરાતમાં પોતાનું સંગઠન માળખાને મજબૂત કરવા ઈચ્છી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *