કટારિયા બ્રિજની લાઈનદોરીમાં કોસ્મો સહિત 11 મિલકતોને કપાતની નોટિસ

મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કયા ર્બાદ યુટીલીટી શિફ્ટિંગની કામગીરી શરૂ કરતું તંત્ર, સર્વિસ રોડનું કામ થયા બાદ ચોમાસા બાદ બ્રિજનું કામ ચાલુ થવાની સંભાવના કાલાવડ રોડ ઉપર…

મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કયા ર્બાદ યુટીલીટી શિફ્ટિંગની કામગીરી શરૂ કરતું તંત્ર, સર્વિસ રોડનું કામ થયા બાદ ચોમાસા બાદ બ્રિજનું કામ ચાલુ થવાની સંભાવના

કાલાવડ રોડ ઉપર રીંગરોડ-2 કનેક્ટેડ કટારિયા સર્કલ ઉપર આઈકોનીક બ્રીજનું ખાતમુહુર્ત તા. 26ના રોજ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું છે. વર્કઓર્ડર મળી ગયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા બ્રીજની યુટીલીટી શિફ્ટીંગ સહિતની પ્રારંભીક કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત કટારિયા ચોકડીથી રાજકોટ શહેર તરફ અને કટારિયા ચોકડીથી કાલાવડ તરફના રોડ ઉપર લાઈનદોરીમાં આવતી કોસ્મોપ્લેક્સ સિનેમા સહિતની 11 મિલ્કતોને કપાતની નોટીસ ફટકારવામાં આવી છે. જેના લીધે અમુક એકમો દ્વારા સ્વમેળે દબાણ દૂર કરવાનું કામ શરૂ કર્યાનું જાણવા મળેલ છે. પ્રથમ સર્વિસ રોડ સહિતનું કામ પૂર્ણ થયા બાદ સંભવત: ચોમાસા બાદ ઓવરબ્રીજનું કામ શરૂ થશે તેમ જાણવા મળેલ છે.

કાલાવડ રોડ ઉપર કટારિયા સર્કલ ખાતે ઓવરબ્રીજનું ખાતમુુહુર્ત થયા બાદ તંત્ર દ્વારા પુરજોશમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રથમ કાલાવડ તરફથી અને રાજકોટ શહેર તરફથી પસાર થતાં વાહનોને ડાયવર્ટ કરવા માટે ડાયવર્ઝન તૈયાર કરવામાં આવી રહ્યા છે. અને સાથો સાથ બ્રીજની બન્ને સાઈડ સર્વિસ રોડ બનાવવા માટે કાલાવડ રોડને લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ મુકવામાં આવ્યો છે. જેના લીધે લાઈનદોરીમાં આવતી 11થી વધુ મિલ્કતોનું નાનું મોટુ કપાત થતું હોય તમામને જાતે દબાણ દૂરક રવાની નોટીસ આપવામાં આવી છે. સમય મર્યાદામાં દબાણો દૂર નહીં થાય તો કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરાશે. બ્રીજ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ આવતી 11થી વધુ મિલ્કતો કપાત થશે જેની સામે વળતર માટે ચાર વિકલ્પ આપવામાં આવ્યા છે. જેમાં રોકડ વળતર, જમીન સામે જમીન, એફએસઆઈ અને એફએસએલની ખરીદી સહિતનું વળતર ચુકવવામાં આવશે. કટારિયા ઓવરબ્રીજની કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ચુક્યો છે.

શહેરનો પ્રથમ એકસ્ટ્રા ડોઝ ફલાય ઓવર બ્રિજ
શહેરના નવા રીંગરોડ પર કાલાવડ ચોકડી ઉપર શહેરનો પ્રથશ એકસ્ટ્રા ડોઝ ફલાયઓવર બ્રિજ તૈયાર થશે જેનુ ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું છે. આ બ્રિજ બનતા કાલાવડ થી રાજકોટ અને જામનગર બાયપાસ તેમજ ગોંડલ તરફથી આવતા હજારો વાહનોને રાજકોટ શહેરમાં પ્રવેશમાં સરળતા રહે તેમજ સર્કલ ઉપર થતા ટ્રાફિકજામમાંથી શહેરીજનોને મુકતી મળશે એકસ્ટ્રા ડોઝ ફલાયઓવર બ્રિજની લંબાઇ 744 મી.,ર3.10 મી. પહોળાઇ (3 + 3 = 6 લેન),એકસ્ટ્રા ડોઝ સ્પા.નની લંબાઇ 160 મી., તથા મેઇન સ્પાન 80.00 મી.,એકસ્ટ્રા ડોઝ ફલાયઓવર બ્રિજની લંબાઇ 744 મી., ર3.10 મી. પહોળાઇ (3 + 3 = 6 લેન),અન્ડ.રબ્રિજની લંબાઇ 459 મી. (ર + ર = 4 લેન), અન્ડ)રબ્રિજબોકસની સાઇઝ 8.50 મી. ડ 4.50 મી, સૈાપ્રથમ વખત બ્રિજ હેલ્થ મોનિટરીંગ સિસ્ટૈમનો સમાવેશ કરાયેલ છે.ડેકોરેટીવ લાઇટીંગ અને બી.આર.ટી.એસ.લેન ગ્રેડનો સમાવેશ કરાયેલ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *