Connect with us

મોરબી

બાઈક અકસ્માતમાં ઘવાયેલી સગર્ભાની કૂખેથી જન્મેલા નવજાત શિશુનું મોત

Published

on

વાંકાનેરના ઢુંવામાં રાહદારી સગર્ભાને બાઇક ચાલકે ઠોકરે ચડાવી હતી. અકસ્માતમાં ઘવાયેલી સગર્ભાને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી જ્યાં પરિણીતાએ આઠમા મહિને બાળકને જન્મ આપ્યો હતો. નવજાત શિશુનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરના ઢુંવા ગામે આવેલી કંપનીમાં કામ કરતી લક્ષ્મીબેન મંગીયાભાઈ બીરવા નામની 20 વર્ષની પરિણીતા ઢુંવા નજીક ચાલીને જઈ રહી હતી ત્યારે અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે ચડાવતા લક્ષ્મીબેનને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે વાંકાનેર બાદ રાજકોટ જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં લક્ષ્મીબેનને આઠ માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું અને સારવાર દરમિયાન પુત્રને જન્મ આપ્યો હતો આ અંગે ડોક્ટરે પોલીસ ચોપડે એમએલસી નોંધ કરાવતા વાંકાનેર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. અકસ્માતમાં ઘવાયેલી જનેતાની કુખે અધુરા માસે જન્મેલા પુત્રએ ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
પ્રાથમિક પૂછપરછમાં લક્ષ્મીબેન ચાલીને પોતાના રૂૂમ તરફ જઈ રહી હતી ત્યારે સાથે કામ કરતી મહિલાના પતિએ લક્ષ્મીબેનને ઠોકરે ચડાવતા લક્ષ્મીબેનના પેટના ભાગ ઇજા પહોંચતા સારવારમાં ખસેડાતા આઠમા માસે જન્મેલા બાળકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત

વાંકાનેરના સરધારકા ગામે મિત્રની હત્યા કરનાર બે શખ્સોની ધરપકડ

Published

on

By

બેઠકમાં ગાળો બોલવા મામલે માથાકૂટ થતાં ઢીમ ઢાળી દીધું’તું

વાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં આવેલ ઓઢ ચેકડેમમાંથી ગઇકાલે એક યુવાનની ઇજાના નિશાનો સાથે લાશ મળી આવતા બનાવ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હોય, જેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બનાવ હત્યાનો હોવાનો ખુલાસો થતાં જ પોલીસે ગણતરીની કલાકોમાં જ બનાવનો ભેદ ઉકેલ મિત્રોને મહેફિલમાં ગાળો બોલવા બાબતે યુવાનની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા થયાનો ઘટસ્ફોટ થયો છે.


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં આવેલ ઓઢ ચેકડેમમાંથી ગઇકાલે એક યુવાનની ઇજાના નિશાનો સાથે લાશ મળી આવતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હોય જેમાં મૃતક યુવાનનું નામ રાજેશભાઇ પ્રેમજીભાઈ સોલંકી (ઉ.વ. 35, રહે. શક્તિપરા, હસનપર, વાંકાનેર) હોય અને લાશના પોસ્ટમોર્ટમમાં મૃતકની હત્યા થયાનો ખુલાસો થયો હતો, જેથી આ બનાવમાં પોલીસે ઉંડી તપાસ શરૂૂ કરતાં, મૃતક યુવાન બનાવની આગલી રાત્રે મિત્રોને મહેફિલમાં બેઠો હોય અને ગાળો બોલતા હોય મ, જેથી આરોપી જીતુભાઇ રબારી અને મિત્રોએ મૃતકને માથામાં કડું તથા બોથડ પદાર્થ ઝીંકી પતાવી દીધા બાદ તેની લાશને બાઇક પર લઇ જઇ સરધારકા ગામની સીમમાં તળાવમાં ફેંકી હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાલ આ બનાવ મામલે પોલીસે બે શખ્સોની અટકાયત પણ કરી હોવાની માહિતી સુત્રો પાસેથી મળી રહી છે….

Continue Reading

ગુજરાત

મોરબીના ટીંબડી ગામ નજીક ચોરાવ બાઇક સાથે એક પકડાયો

Published

on

By

ત્રણ બાઇક સહિત રૂ.60 હજારનો મુદ્દામાલ જપ્ત

મોરબી તાલુકા વિસ્તારમાંથી કુલ-3 ચોરાઉ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડી અઢી વર્ષ પહેલા બનેલ અનડીટેકટ મોટર સાયકલ ચોરીનો ગુનો ડીટેકટ કરી કુલ રૂ.60,000/- ના મુદામાલ સાથે એક ઇસમોને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે. મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સ્ટાફ મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ સર્વીસ રોડ ઉપર આવતા એક ઇસમ મોટર સાયકલ સાથે મળી આવેલ હોય જે શંકાસ્પદ જણાતા ઇસમને રોકી તેની પાસે રહેલ મોટર સાયકલ જોતા હીરો સ્પ્લેન્ડર નંબર પ્લેટ વગરનું હોય જેના કાગળો તથા આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનું જણાવેલ જે તેણે ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાતા જે મોટરસાયકલ બાબતે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ મોટરસાયકલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના રંગપર બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાનજીના ગેઇટ પાસેથી ચોરી થયેલ હોવાનું જણાયેલ અને આ બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મોટરસાયકલ ચોરીનો ગુન્હો રજીસ્ટર થયેલ હોય તેમજ તેની પાસેથી અન્ય બે મો.સા. હીરો સ્પેલન્ડર પ્લસ મળી આવતા જે મો.સા. પણ ચોરી કરેલ હોવાનુ જણાવતો હોય તેની પાસેથી મળી આવેલ એક મો.સા ચોરીના ગુનાના મુદામાલ તરીકે તેમજ અન્ય બે મો.સા. ચોરી કે છળકપટથી મેળવેલ શકપડતી મિલ્કત તરીકે મળી આવતા ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-106(1) મુજબ કબજે કરી પકડાયેલ ઇસમ અરવીંદભાઇ બટુકભાઇ સિંચણાદા રહે. ટીંબડી આનંદ હોટલ પાછળ મફતીયાપરા મોરબીવાળાની ભારતીય નાગરીક સુરક્ષા સહિતની કલમ-35(1)(બી) મુજબ અટક કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

Continue Reading

ગુજરાત

મોરબીના ઘુટું ગામે રહેણાક મકાનમાં જુગાર રમતા 26 ઝડપાયા

Published

on

By

રૂ.3.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગ હોય તે દરમ્યાન મોરબી તાલુકાના ઘુંટુ ગામે હરીઓમ પાર્ક સોસાયટી શૈલેષભાઈ શીવાભાઈ કાલરીયાના મકાનમાં નં -26 માં તીનપત્તીનો જુગાર રમતા 26 ઈસમો રમેશભાઇ પ્રભુભાઇ કાલરીયા (ઉ.વ.53) રહે-હરીઓમ પાર્ક સોસાયટી મુળ રહે-સુસવાવ તા.હળવદ, પરેશભાઇ વાલજીભાઇ ફુલતરીયા (ઉ.વ.41) રહે-વાવડી રોડ જીવન જ્યોત સોસાયટી મોરબી મુળ.નાનાભેલા તા.માળીયા (મિ), મહેન્દ્રભાઇ સવજીભાઇ કાવઠીયા (ઉ.વ.40) રહે-મહેન્દ્રનગર, વિશાલભાઇ નંદલાલ કાલરીયા (ઉ.વ.35) રહે-હરીઓમ પાર્ક સોસાયટી ઘુંટુ ગામ, ચિરાગભાઇ રમેશભાઇ ત્રેટીયા (ઉ.વ.28) રહે- ફ્લેટ નંબર એફ/501 ઉત્સવ સીટી નિરાંત ચોકરી વસ્ત્રલ અમદાવાદ શહેર મુળ રહે-રણમલપુર તા.હળવદ, હર્ષદભાઇ રમેશભાઇ રાણીપા (ઉ.વ.32) રહે-ઓમ પાર્ક સોસાયટી નાની કેનાલ રોડ પંચાસર રોડ મોરબી-1 મુળ રહે-રામગઢ કોયલી, ધવલભાઇ ઇશ્વરભાઇ કૈલા (ઉ.વ.23) રહે-ફલેટ નંબર -403 હરીગુણ સોસાયટી મહેન્દ્રનગર ચોકડી મોરબી-02, પિયુષભાઇ પરસોત્તમભાઇ બોડા (ઉ.વ.40) રહે- હરીપાર્ક સોસાયટી જી-43 ઘુંટુ, અમિતભાઇ મણીલાલ રાજપરા (ઉ.વ.30) રહે-ફલેટ નંબર 103 હરીકુંજ સોસાયટી મહેન્દ્રનગર ચોકડી મોરબી -02, મણીલાલ ચત્તુરભાઇ કુંડારીયા (ઉ.વ.43) રહે- ફ્લેટ નંબર 102 આઇ શ્રી હાઇટસ,એસ.પી.રોડ મોરબી-01 મુળ રહે-નીચી માંડલ, કાંતીલાલ વાલજીભાઇ કાલરીયા (ઉ.વ.53) રહે- ઉમીયાનગર તા.હળવદ, રાજેશભાઇ ચંદુભાઇ કાલરીયા (ઉ.વ.37) રહે- ઉમીયાનગર તા.હળવદ, મનસુખભાઇ રૂગનાથભાઇ નંદાણીયા (ઉ.વ.47) રહે-નસીતપર ( રામનગર ) તા.ટંકારા, શૈલેષભાઇ ભગવાનભાઇ સાણદિયા (ઉ.વ.47) રહે-જનકનગર વાવડી રોડ, રવીભાઇ જયતીભાઇ કાલરીયા (ઉ.વ.30) રહે-ઉમિયાનગર તા.ટંકારા, ભાવીકભાઇ પ્રવીણભાઇ ઓરીયા (ઉ.વ.32) રહે વૃંદાવન પાર્ક સામાકાંઠે મોરબી, પરેશભાઇ સુંદરજીભાઇ પટેલ (ઉ.વ.40) રહે ટંકારા જુના ગામ તા. ટંકારા, નીલેશભાઇ ઠાકરશીભાઇ અઘારા (ઉ.વ.30) રહે. મહાવીર હાઇટ નાની કેનાલ, મોરબી, સાગરભાઇ લવજીભાઇ અઘારા (ઉ.વ.29) રહે નાની વાવડી બજરંગનગર સોસા., રામજીભાઇ ભવાનભાઇ વરમોરા (ઉ.વ.43) રહે. હરી ઓમ પાર્ક સી 45 ઘુંટૂ રોડ, જગદીશભાઇ પ્રભુભાઇ અઘારા (ઉ.વ.29) રહે. જેતપર, હરેશભાઇ ગણેશભાઇ મંડાણી (ઉ.વ.34) રહે. રામનગર નાના રામપર, જનકભાઇ અરજણભાઇ મેરજા (ઉ.વ.34) રહે. નીરવ પાર્ક પંચાસર રોડ, બ્રીજેશભાઇ અમૃતલાલ કૈલા (ઉ.વ.30) રહે. મહેંદ્રનગર તા.જિ.મોરબી અમૃતભાઇ મહાદેવભાઇ સીતાપરા પટેલ (ઉ.વ.46) રહે. હરી ઓમ પાર્ક એફ 16 ઘુંટુ રોડ, પીયુષભાઇ રણછોડભાઇ પટેલ (ઉ.વ.32) રહે. રવાપર એસ પી રોડ આઇ શ્રી હાઇટ એપાર્ટ્મેટ તા.જિ. મોરબીવાળાને રોકડ રકમ રૂ. 3,18,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading
રાષ્ટ્રીય13 hours ago

વન નેશન, વન ઈલેક્શન પ્રસ્તાવને કેબિનેટની લીલીઝંડી

રાષ્ટ્રીય14 hours ago

સિંધુ જળ કરારમાં ફેરફાર કરવા પાક.ને ભારતની નોટિસ

ગુજરાત14 hours ago

ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર

ગુજરાત14 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

ગુજરાત14 hours ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

આંતરરાષ્ટ્રીય14 hours ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

રાષ્ટ્રીય14 hours ago

TATA ગ્રૂપના ઉતરાધિકારી તરીકે માયા ટાટાનું નામ મોખરે

રાષ્ટ્રીય14 hours ago

આર્થિક અસમાનતા વધી, 10 કરોડથી વધુ કમાણી કરનારા ભારતીયોમાં વધારો

રાષ્ટ્રીય14 hours ago

મહારાષ્ટ્રના ભિવંડી અને રાજસ્થાનના બરાનમાં ગણેશ વિસર્જનમાં બબાલ

રાષ્ટ્રીય14 hours ago

ટોલ વસૂલાત પહેલા અને પછી સરકારને ઘણા ખર્ચાઓ ભોગવવા પડે છે: ગડકરી

રાષ્ટ્રીય2 days ago

‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા

ગુજરાત2 days ago

દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો

આંતરરાષ્ટ્રીય2 days ago

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા

ગુજરાત2 days ago

PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ

અમરેલી2 days ago

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

આંતરરાષ્ટ્રીય2 days ago

અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી

ગુજરાત2 days ago

મોદી@74: કુંડળી જ મંગળ તો અમંગળ કોણ કરી શકે?

ગુજરાત2 days ago

મોદી વડાપ્રધાન બનશે: 34 વર્ષ પહેલાં ધીરૂભાઇ અંબાણીએ ભાખ્યું હતું

રાષ્ટ્રીય16 hours ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

ગુજરાત14 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

Trending