પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસ દ્વારા સમગ્ર પાંચ હાટડી વિસ્તાર બંધ કરાવાયો
જામનગરના પાંચ હાટડી વિસ્તારમાં ગઈ રાત્રે એક સુમરા યુવાન પર હુમલો કરાયો હતો. ચારથી પાંચ શખ્સો તૂટી પડ્યા હતા. જેથી ભારે અફડા તફડી સર્જાઇ હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે, જ્યારે પોલીસ તંત્ર દોડતું થયું હતું.
આ બનાવ ની વિગત એવી છે કે, જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી પાંચ હાટડી વિસ્તારમાં ગત રાત્રે ઓસમાણ ખફી (જાતે:સુમરા) નામના વ્યક્તિ પર 4 થી 5 અજાણ્યા શખ્સો દ્વારા પાઇપ-ધોકા વડે ઘાતક હુમલો કર્યો હતો. ત્યારબાદ, ઇજાગસ્ત ઓસમાણભાઇ ને તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ ની જાણ થતા જ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પી.આઇ. નિકુંજસિંહ ચાવડા સહિત સર્વેલન્સ ટીમ તાત્કાલિક પાંચ હાટડી વિસ્તારમાં પહોંચીને સમગ્ર વિસ્તારમાં હોટલ, ખાણી પીણી ની લારીઓ, ચા-પાન ના ગલ્લા સહિત તમામને બંધ કરાવીને પરિસ્થિતિ કાબુમાં લીધી હતી.
ઇજાગસ્ત ઓસમાણ સુમરા ને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, અને ત્યાં તેની સધન સારવાર ચાલી રહી છે. સીટી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઇ છે.
