જસદણના પાંચવડા પાસે સૂટકેસમાંથી મૃતદેહ મળી આવ્યો, હત્યાની આશંકા

જસદણ તાલુકાના પાંચવડા ગામે નદી કાંઠેથી એક બંધ સૂટકેસમાંથી કોહવાયેલી હાલતમાં અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો. સૂટકેસમાંથી માનવ કંકાલ જેવી લાશ મળી આવતા પ્રાથમિક…

જસદણ તાલુકાના પાંચવડા ગામે નદી કાંઠેથી એક બંધ સૂટકેસમાંથી કોહવાયેલી હાલતમાં અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો. સૂટકેસમાંથી માનવ કંકાલ જેવી લાશ મળી આવતા પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ શખ્સની હત્યા કરી પુરાવાનો નાશ કરવાના ઇરાદાથી લાશને સૂટકેસમાં પેક કરી ફેંકી દેવાઈ હોવાની શંકા સેવાઈ રહી છે.

પાંચવડા ગામ નજીક નદીના કાંઠે એક બિનવારસી બંધ સૂટકેસ પડી હોવાની જાણ સ્થાનિક લોકોને થઈ હતી. સ્થાનિકોએ શંકાસ્પદ સૂટકેસ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરતા આટકોટ પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસની હાજરીમાં સૂટકેસ ખોલીને જોતા અંદરથી અત્યંત કોહવાયેલી અને માત્ર હાડપિંજર/માનવ કંકાલ જેવી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકે શરીર પર જીન્સનું પેન્ટ અને શર્ટ પહેરેલું જોવા મળ્યું હતું.
બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને આટકોટ પોલીસ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય કઈઇ અને જઘૠ સહિતની ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમો પણ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળનું બારીક નિરીક્ષણ કરી, મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. મૃતક શખ્સ કોણ છે, તેની હત્યા ક્યાં અને કયા કારણોસર કરવામાં આવી છે તથા મૃતદેહને અહીં કોણ ફેંકી ગયું છે તે દિશામાં પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ગુમશાહ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *