ઢાંઢિયા ગામે વાડીમાં ચાલતા જુગારધામ પર ડીસીબીનો દરોડો: પત્તા ટીંચતા 8 ઝડપાયા

રૂા.51300ની રોકડ કબજે કરી ફરાર વાડી માલિકની શોધખોળ શહેરની ભોગળે ભાવનગર હાઇ-વે પર સરધાર નજીક આવેલા ઢાંઢીયા ગામે વાડીમાં ચાલતા જુગારધામ પર ક્રાઇમબ્રાન્ચની ટીમે બાતમીના…

રૂા.51300ની રોકડ કબજે કરી ફરાર વાડી માલિકની શોધખોળ

શહેરની ભોગળે ભાવનગર હાઇ-વે પર સરધાર નજીક આવેલા ઢાંઢીયા ગામે વાડીમાં ચાલતા જુગારધામ પર ક્રાઇમબ્રાન્ચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી અડધા લાખની રોકડ સાથે 8 પત્તાપ્રેમીઓને ઝડપી પાડયા હતા. ત્યારે વાડીમાલીકની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમબ્રાન્ચના પીઆઇ એમ.આર. ગોંડલીયા, એચે.એમ.ડામોર, સી.એચ.જાદવની સૂચનાથી પીએસઆઇ વી.વી.ડોડીયા સહિતના સ્ટાફ પેટ્રોલિંગમાં હોત દરમિયાન ઢાંઢીયા ગામની સીમમાં મહેશ કેશુભાઇ સાકરીયા પોતાની વાડીમાં જુગારધામ ચલાવતો હોવાની ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી પત્તા ટીચતા જીતેન્દ્રસિંહ ભૂપેન્દ્રસિંહ સરવૈયા, જરાવંતસિંહ કરણસિંહ બેસ,ભગવાનભાઇ કરશનભાઇ ચૌહાણ, કૌશિક અર્જૂનભાઇ મેરજા, હરપતસિંહ ચદુભા જાડેજા, ચતુર સામતભાઇ મકવાણા, મનીષ મહોનભાઇ આડેસરા અને રાજેશ હરખજીભાઇ ભૂતને ઝડપી પાડી પટ્ટમાંથી રૂા.51300ની રોકડ કબજે કરી હતી. જયારે વાડી માલીક મહેશ સાકરીયા ફરાર થઇ જતા તેની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *