ગુજરાત
બીજા લગ્ન કરનાર માતા સાથે વાતચીત કરતી દીકરીઓને કાકા-કાકીએ માર માર્યો
મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ
જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતી બે બહેનોએ બીજા લગ્ન કરનાર માતા સાથે સંબંધ રાખતાં ઉશ્કેરાયેલા કાકા-કાકી તેમજ પિતરાઈ ભાઈએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.આ બનાવની વિગત એવી છે કે જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલી અલીશાહ પીરની દરગાહ પાસે રહેતી રજીયાબેન અફઝલભાઈ કુરેશીની માતા શેરબાનુએ આજથી ત્રણેક વર્ષ પૂર્વે લાલપુર ખાતે બીજા લગ્ન કરી લીધેલ હતા, અને તેણી સાથે રઝીયાબેન ફોન પર વાતચીત કરતી હતી, અને એક- બે વખત લાલપુર ખાતે મળવા પણ ગયા હતા. જે તેમના કાકા અસ્લમભાઈને ન્હોતું ગમતું અને કાકા- ભત્રીજી વચ્ચે આ બાબતનો અણબનાવ હતો.
દરમિયાન ગત તા. 8.10 ના રોજ જ્ઞાતિના આગેવાન ઈમરાનભાઈ પટેલ તેણીના ઘરે આવી કાકા-ભત્રીજી વચ્ચે અણબનાવ દૂર કરી સમાધાનની વાત કરતાં બંને બહેનો ઈમરાનભાઈ સાથે તેના કાકા અસ્લમભાઈના ઘરે ગયેલ ત્યાં કાકાએ કહેલ કે તારે તારી માતા સાથે સંબંધ રાખવો છે કે તારા પિતા સાથે, તેમ કહેતા તેણીએ બંને સાથે સંબંધ રાખવાની વાત કરતાં ઉશ્કેરાયેલા કાકા અસ્લમભાઈ, કાકી યાસ્મીનબેન અને તેનો દિકરો ઈનાયત ત્રણેય જણાઓએ ઢીકાપાટુનો માર મારી કાકાએ આજ પછી તારા માતા સાથે કોઈ પણ જાતના સંબંધ રાખીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતાં તેણીએ કાકા અસ્લમભાઈ, કાકી યાસ્મીનબાનું અને ભાઈ ઈનાયત વિરૂૂધ્ધ સિટી બી. ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
વાંકાનેર-લુણસરિયા વચ્ચે રેલવે ટ્રેક હેઠળ પડતું મુકી યુવાને જીવ દીધો
વાંકાનેર રેલ્વે સ્ટેશનથી લુણસરીયા તરફ જતા રેલ્વે ટ્રેક પર આજરોજ સોમવારે વહેલી સવારે એક અજાણ્યા યુવાને કોઈ અગમ્ય કારણોસર ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર રેલ્વે સ્ટેશને અકસ્માત મૃત્યુ નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂૂ કરી છે.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર રેલ્વે સ્ટેશનથી લુણસરીયા તરફ જતા રેલ્વે ટ્રેક પર કિમી નં. 698/7 પાસે આજરોજ સવારે 3 વાગ્યાની આસપાસ ભાવનગર-ઓખા લોકલ ટ્રેન હેઠળ પડતું મૂકી એક અજાણ્યા 35 વર્ષીય ઉંમરના યુવાને આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવમાં ઉપરના ફોટોવાળા મૃતક યુવાનની ઓળખ મેળવવા રેલ્વે પોલીસના હેડ કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા (મો. 63526 35525) એ તજવીજ શરૂૂ કરી છે.
ક્રાઇમ
મોરબીમાં વેપારી યુવાનને માર મારી લૂંટ ચલાવનાર ત્રણની ધરપકડ
મોરબીમાં યુવાનને માર મારી લાખો રૂૂપિયાની વસ્તુઓ અને રોકડ પડાવી લેવાના પ્રકરણમાં પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી તેની પાસેથી રિકવરી પણ કરી છે. આ સાથે અન્ય એક શખ્સનું નામ ખુલતા તેની સામે કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના દલવાડી સર્કલ નજીક ગોકુલ મથુરા સોસાયટીમાં રહેતા અને સુપર માર્કેટમાં કટપીસનો ધંધો કરતા દેવ ચેતનભાઈ સોરીયા નામના યુવાનને ત્રણેક મહિના પૂર્વે શનાળા ગામે રહેતા વિશાલ વેલાભાઈ રબારી નામના શખ્સ સાથે મિત્રતા થયા બાદ આરોપી વિશાલ રબારી અને અન્ય બે શખ્સોએ છેલ્લા ત્રણ મહિનામાં દેવ સોરીયા અને તેના પરિવારનું જીવવું હરામ કરી દઈ કોઈપણ લેતી દેતી થઈ ન હોવા છતાં માર મારી ધમકીઓ આપી રૂૂ.5.46 લાખ રોકડા, બુલેટ અને આઈફોન પડાવી લીધા હતા.
આ પ્રકરણની વિગતો આપતા ડીવાયએસપી પી.એ.ઝાલાએ જણાવ્યું હતું કે એ ડિવિઝન પોલીસે વિશાલ રબારી, સાહિદ અક્રમ કાદરી અને સિદ્ધરાજસિંહ જાડેજાને પકડી પાડી રૂૂ. 4.86 લાખ રોકડા, બુલેટ અને આઈફોન કબ્જે કર્યા છે. હાલ ત્રણેય આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા છે. અન્ય એક શખ્સનું નામ ખુલ્યું છે. જેની તપાસ ચાલી રહી છે.
ગુજરાત
જામકંડોરણા મામલતદાર કચેરી સામે ‘હિટ એન્ડ રન’ : અજાણ્યા વાહનની ઠોકરે વૃધ્ધાનું મોત
રાજ્યમાં દિવસ ને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી છે. લોકોમાં વાહન ચલાવવામાં લાપરવાહી અને બેદરકારી વધતા માસૂમ લોકો ભોગ બની રહ્યા છે.જામકંડોરણા કાલાવડ રોડ પર આવેલી મામલતદાર કચેરી સામે બનાવ બનવા પામ્યો છે. કોઈ અજાણ્યા વાહન ચાલકે વૃધ્ધ મહિલાને અડફેટે લેતાં મહિલા ને માથાં ના ભાગમાં અતી ગંભીર ઈજાગ્રસ્ત થતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું. વાહન ચાલકે આ અકસ્માત સર્જી પોતાનું વાહન લઇને ભાગી છુટયો હતો.
આ અંગે ની મળતી માહિતી મુજબ જામકંડોરણાના ઈન્દિરા નગર વિસ્તારમાં રહેતા કવિતાબેન છગનભાઇ પરમાર ઉ.વ. 70 જે બંન્ને પગથી અપંગ હોય ચાલી શકતાં ન હતાં ત્યારે જામકંડોરણા કાલાવડ રોડ પર આવેલી મામલતદાર કચેરી સામે રોડ ક્રોસ કરતા હતા ત્યારે પુરપાટ બેફીકરાઈથી ઝડપે આવેલી ગાડીએ કવીતા બેન ને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો આ વૃધ્ધ મહિલાને સારવાર અર્થે જામકંડોરણા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા તે દરમિયાન જ આ મહિલા ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયું હતું.આ ઘટના ની જાણ થતાં જ જામકંડોરણા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી જામકંડોરણા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
-
ગુજરાત19 hours ago
મોરબીના યુવાનની કારનું ટાયર ફાટયું, ટાયર બદલતી વેળાએ બીજી કારે ઠોકરે લેતાં મોત
-
આંતરરાષ્ટ્રીય22 hours ago
શેરબજારની તબાહી , 50 દિવસમાં 50 લાખ કરોડ રૂપિયાનું નુકસાન, શું આગામી 50 દિવસમાં ભરપાઈ થશે?
-
ગુજરાત19 hours ago
પદ્મકુંવરબા હોસ્પિટલમાં બારોબાર પ્રસૂતિ, બેદરકાર બે ડોક્ટર સસ્પેન્ડ
-
ક્રાઇમ19 hours ago
સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગનો કલાર્ક 10 હજારની લાંચ લેતા પકડાયો
-
ગુજરાત19 hours ago
એક અગ્નિદાહમાં 7 કલાક, ત્રણ સ્મશાનનું કામ અટકાવતા સ્ટે. ચેરમેન
-
ગુજરાત19 hours ago
રાજકોટ ડિવિઝને દોડાવેલી 50 વધારાની બસમાં 34 હજાર પરિક્રમાર્થીઓની મુસાફરી
-
ગુજરાત19 hours ago
પોરબંદરના ડ્રગ્સનો રેલો દાઉદ સુધી પહોંચ્યો, હાજી સલીમ શંકાના દાયરામાં
-
ગુજરાત19 hours ago
નવી શાળા માટે રમતનું ગ્રાઉન્ડ ફરજિયાત