શહેરમાં બજરંગવાડી વિસ્તારમાં માવતરના ઘરે રિસામણે બેઠેલી પરિણીતાના ચારિત્ર પર માતા પિતાએ શંકા કરતા પુત્રીએ એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ટંકારાના કલ્યાણપુર ગામે રહેતી સોનુબેન સોહીલભાઈ ભાણું નામની 19 વર્ષની પરિણીતા રાજકોટમાં બજરંગવાડી વિસ્તારમાં રહેતા પિતા કાસમભાઇ ઇસ્માઈલ જુણાચના ઘરે હતી ત્યારે એસિડ પી લીધું હતું સોનુબેન ભાણુને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.પ્રાથમિક પૂછપરછમાં સોનુંબેન ભાણુના એક વર્ષ પૂર્વે કલ્યાણપુર ગામે રહેતા સોહીલ ભાણુ સાથે લગ્ન થયા હતા અને તેણીને સંતાન નથી દંપતિ વચ્ચે ઝઘડો થતાં દસ દિવસ પૂર્વે જ સોહીલ ભાણુ સોનુબેનને તેના માવતરના ઘરે મૂકી ગયો હતો સોનુબેનના ચારિત્ર્ય પર માતા પિતાએ શંકા કરતા એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
