અમરેલી સરઘસકાંડના ઘેરા પડઘા, ઠેર-ઠેર રોષ પૂર્ણ રજૂઆત

ભાજપની આંતરિક ભવાઇમાં નિર્દોષ યુવતીની મધરાત્રે ધરપકડ કરી સરઘસ કાઢનાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા માગણી સુરત બાદ રાજકોટ-જામનગર-લખતર-ગોંડલ-ઉપલેટા સહિતના સ્થળોએ અપાયા આવેદનપત્રો નિર્દોષ દીકરીની ધરપકડ…

ભાજપની આંતરિક ભવાઇમાં નિર્દોષ યુવતીની મધરાત્રે ધરપકડ કરી સરઘસ કાઢનાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા માગણી

સુરત બાદ રાજકોટ-જામનગર-લખતર-ગોંડલ-ઉપલેટા સહિતના સ્થળોએ અપાયા આવેદનપત્રો

નિર્દોષ દીકરીની ધરપકડ અને સરઘસ કાઢવાની ઘટના માનવ અધિકારોનું ખુલ્લુું હનન: જસ્ટિસ એન્ડ રાઇસ કમિટી

ધારાસભ્ય કૌશિક વેકરિયા અને ભાજપની આંતરિક ભવાઇમાં સમાજમાં રોષ ફાટી નીકળતા સરકારે ‘મેનેજરો’ કામે લગાડ્યા

અમરેલી ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરીયા અને ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ મનિષ વધાસીયાના બોગસ લેટરકાંડમાં મયુર વધાસીયાની ઓફિસમાં રૂા.8હજારના પગારથી ટાઇપીસ્ટ તરીકે નોકરી કરતી ગરીબ પરિવારની પાટીદાર યુવતીની મધરાત્રે ધરપકડ કરી મનિષ વધાસીયા સહિત ભાજપના ત્રણ કાર્યકરો સાથે જાહેરમાં સરઘસ કાઢવાના કાંડના સમગ્ર ગુજરાતમાં ધેરા પ્રત્યાધાતો પડતા ભાજપની નેતાગીરી બચાવાની સ્થિતીમાં આવી ગઇ છે. અને ખોડલધામ સાથે સંકળાયેલા લોકોને આગળ કરી પ્રકરણનો સંકેલો કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. ભાજપની આ આંતરીક ભવાઇનો ભોગ બનેલી નિર્દોષ યુવતીને બચાવી લોકોનો રોક્ષ ખાળવા ભાજપ સરકારના ‘મેનેજરો’પણ કામે લાગ્યા છે. ત્યારે યુવતીના હમદર્દ હોવાનો મીડિયા સમક્ષ ઢોંગ કરતા ‘મેનેજરો’ના ચહેરા પણ બે નકાબ થઇ રહ્યા છે.

આ ઘટનાના ગુજરાત બાદ સૌરાષ્ટ્રભરમાં ઘેરા પ્રત્યાધાતો પડી રહ્યા છે. સુરતમાં આવેદનપત્ર અપાયા બાદ ગઇકાલે ઉપલેટા, ગોંડલ, લખતર, રાજકોટ, જામનગરમાં પણ આવેદનપત્રો આપી જવાબદાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગણી કરવામા આવી હતી.

હવે આ મામલામા જસ્ટિસ એન્ડ રાઇસ કમિટિએ પણ ઝુકાવ્યુ છે. અને નિર્દોષ દિકરીની કાયદા-કાનુન વિરૂદ્ધ જઇને મધરાત્રે ધરપકડ કરવા તથા તેનુ સરઘસ કાઢવાની ઘટનાને માનવ અધિકારનુ ખૂલ્લુ હનન ગણાવી જવાબદાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી કડક કાયદાકીય કાર્યવાહી કરવા માંગણી કરતો પત્ર મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીને લખ્યો છે.

દીકરીના સરઘસ કાઢો છો, જરાક તો શરમ કરો, તેના ભવિષ્ય પર શું અસર થશે
મોટા કૌભાંડકારોના સરઘસ કેમ નથી કાઢતા? પદ્મિનીબા વાળાનો આક્રોશ

પાટીદાર સમાજ સહિત અનેક સમાજના આગેવાનો આ પાટીદાર સમાજની દીકરી માટે આગળ આવી રહ્યા છે જેમાં ક્ષત્રિય સમાજ પણ હવે આ મુદે દીકરીના સમર્થનમાં આવ્યો છે.આ મુદ્દે ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મીનીબા વાળા પણ મેદાનમા આવ્યા છે પદ્મીનીબાએ આ મામલે હર્ષ સંધવી પર આકરા પ્રહારો કર્યા છે.પદ્મીનીબાએ જણાવ્યુ કે, તે દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું જેનો કોઈ ગુનો જ ન હતો. તો હર્ષ સંઘવીને હુ કહેવા માંગુ છું કે,તમે શું સાબિત કરવા માંગો છો. બહેનો દીકરીઓનું માન દિવસે દિવસે ઓછું થાય છે. વધુમાં તેમણે કહ્યુ કે, જે લોકો મોટા મોટા કૌભાંડો કરે છે તે લોકોના તમારે સરઘસ નથી કાઢવા અને બહેન દીકરીના સરઘસ કાઢો છો થોડી તો શરમ રાખો. કુવારી દીકરી છે તેના ભવિષ્ય પર શું અસર થાય છે જે લોકો મોટા મોટા ગુનાઓ કરે છે તે લોકો શું પૈસા આપીને તમારા મોઢા બંધ કરાવી દે છે તો તમે તેમના સરઘસ નથી કાઢતા . પટેલ સેનાની સાથે કરણી સેના છે. આ દીકરીને ન્યાય મળવો જોઈએ અને બીજી વાર આવો બનાવ ન બને તેની ખાસ દરકાર લે.

ભાજપના પાટીદાર ધારાસભ્ય મહેશ કસવાલાનું સફેદ જૂઠાણું ખુલ્લું પડ્યું
પીડિતાના પરિવારના સંપર્કમાં હોવાનો ગપગોળો ચલાવી ભેરવાયા

અમરેલીમાં લેટરકાંડ મુદ્દે મામલે રાજકારણ ગરમાયું છે. અન્ય આરોપીઓની સાથે પાટીદાર સમાજની દીકરીનું રિક્ધસ્ટ્રક્શનના નામે સરઘસ કાઢવાનો મામલો હાલ તુલ પકડી રહ્યો છે ત્યારે ભાજપના સ્થાનિક નેતાઓ દ્વારા આ મામલે પોતાનો લુલો બચાવ કરવામા આવી રહ્યો છે જેમાં મહેશ કસવાળાએ મીડિયામાં એવું નિવેદન આપ્યું હતુ કે, તેઓ પરિવારના સંપર્કમાં છે ત્યારેમહેશ કસવાળાના આ જુઠાણાની પોલ પરિવારે ખોલી દીધી છે અને પરિવારે પોલીસ સામે પગલા ભરવાની પણ તૈયારી દર્શાવી હતી.
પાટીદાર યુવતીના જેલવાસ મામલે ધારાસભ્ય મહેશ કસવાળાને કોલ કરીને યુવતીના વીઠલપુરના સગાએ ખખડાવ્યા હતા. મીડિયામાં પરિવાર સાથે સંપર્ક કર્યો હોવાનું મહેશ કસવાળાએ જૂઠાણું ચલાવ્યું હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે. મહેશ કસવાલાના જુઠ્ઠાણાની પોલ ખોલતા પીડિત જેલવાસ ભોગવી રહેલી યુવતીના પરિવારજનોએ ધારાસભ્ય મહેશ કસવાળા સાથેનું મોબાઈલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે.

આ મામલે વિઠલપુરના પીડિત યુવતીના કુટુંબી કાકા ગુણવંત કાનપરીયાએ જણાવ્યું કે, પોલીસ રાત્રિના સાડા 12 વાગ્યેથી દીકરીને ઘરેથી ઉઠાવી ગઈ. જાણે આંતકવાદી કૃત્ય કર્યું હોય તેમ પોલીસે દીકરીની ધરપકડ કરી હતી. ભાજપના એકપણ નેતાએ સંપર્ક નથી કર્યો.જેની ઠુમ્મર અને ખોડલધામ અગ્રણીઓએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી, ભાજપના એકપણ નેતાઓ નથી આવ્યા.મીડિયા સમક્ષ હૈયાવરાળ ઠાલવતા પીડિત યુવતીના સગાએ મહેશ કસવાળાના જુઠ્ઠાણાની પોલ ખોલી દીધી છે.

 

કૌરવ કુળના અહંકારી લોકોએ ભરબજારે વરઘોડો કઢાવ્યો, સમાજ કયારેય માફ નહીં કરે
પૂર્વ વિપક્ષીનેતા પરેશ ધાનાણી લાલઘૂમ
અમરેલીમાં પત્રકાંડમાં યુવતીનુ સરઘસ કાઢવાનો કેસ હવે ‘જાડો’ થઇ જતા યુવતીને જેલમાંથી છોડાવવા પાટીદાર અગ્રણીઓની બેઠક યોજાઇ હતી. જેમાં યુવતીને જેલમાંથી મુક્ત કરાવવા ખોડલધામ સમિતિ સક્રિય થઈ હતી. ત્યારે આ બાદ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરી રોષ વ્યક્ત કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતુ કે લાજ લેનારા સામે લડીશુ. કૌરવ કુળના અહંકારી લોકોએ, અમરેલીની ભરબજારમાં,એક કુંવારી ક્ધયાનો જાહેરમા વરઘોડો કઢાવીને સમગ્ર ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડી છે. સમાજ ક્યારેય માફ નહી કરે..!

યુવતીનું સરઘસ કાઢવા મુદ્દે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્મરે પોલીસ પર પ્રહાર કર્યા છે. તેમણે કીધું કે જે દીકરીએ ખાલી એના શેઠે કીધું અને પત્ર લખ્યો એના માટે આવા ગંભીર પગલાંઓ યોગ્ય નથી તેમણે કહ્યું કે નકલી પત્રના આરોપીઓને પકડી પાડ્યા તો ડ્રગ્સ જિલ્લામાં કોણ લાવે તેને ખુલ્લા પાડી જ શકો છો સાથે જ કહ્યું કે દીકરી ઉમરલાયક છે એના લગ્ન પણ નથી થયા અને તેના સરઘસ કાઢો છો તે કેટલે અંશે યોગ્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *