પપ્પા હું જિંદગીનો જંગ હારી ગઇ, વિધર્મી પ્રેમીના ત્રાસથી યુવતીનો આપઘાત

જૂનાગઢના અસલમ સાથે ભાગીને રાજકોટમાં ભાડે રૂમ રાખી રહેતી યુવતીએ સોશિયલ મીડિયા સ્ટેટ્સ મૂકી ફાંસો ખાઇ લીધો અગાઉ જૂનાગઢમાં અસલમની પત્ની સહિતના લોકોએ નંદીની પર…

જૂનાગઢના અસલમ સાથે ભાગીને રાજકોટમાં ભાડે રૂમ રાખી રહેતી યુવતીએ સોશિયલ મીડિયા સ્ટેટ્સ મૂકી ફાંસો ખાઇ લીધો

અગાઉ જૂનાગઢમાં અસલમની પત્ની સહિતના લોકોએ નંદીની પર કર્યો હતો ખૂની હુમલો, પોલીસ ફરિયાદ પણ થઈ હતી

રાજકોટ શહેરમાંથી ફરી એકવાર હૃદયદ્રાવક અને ચોંકાવનારી આપઘાતની ઘટના સામે આવી છે. ગોંડલ રોડ પર આવેલા પરિન ફર્નિચર પાસે, આગમન સીટીમાં રહેતી 21 વર્ષીય યુવતી નંદીની આંણદભાઈ બોસમિયાએ રહસ્યમય સંજોગોમાં રાત્રિના સમયે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક નંદીની મૂળ જેતપુરના નવાગઢની વતની હતી અને તેણે કોલેજ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તે પોતાના પરિવારમાં બે બહેન અને એક ભાઈમાં સૌથી મોટી દીકરી હતી. આ ઘટનાની જાણ થતાં જ રાજકોટ તાલુકા પોલીસ મથકના એએસઆઈ સલિમભાઈ માડમ તાત્કાલિક ઘટનાસ્થળે અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા, જ્યાં તેમણે મૃતદેહનો કબજો મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

આ ચકચારી ઘટનાની વિગતો મુજબ, મૃતક નંદીની જૂનાગઢના પરિણીત શખ્સ અસલમ નામના યુવકના પ્રેમમાં હતી. ગત તારીખ 27/10/2025 ના રોજ નંદીની પોતાના ઘરેથી ભાગી ગઈ હતી અને જૂનાગઢના અસલમ સાથે મૈત્રી કરાર (લાઈવ-ઈન રિલેશનશિપ) કરીને રાજકોટમાં રહેવા આવી ગઈ હતી. જોકે, અસલમ પહેલેથી જ પરિણીત હતો અને તેને સંતાનમાં એક પુત્ર પણ છે. આ મૈત્રી કરાર બાદ બંનેના પરિવારોએ ભારે વિરોધ અને વાંધો ઉઠાવ્યો હતો. આ કૌટુંબિક વિવાદ એટલો વકર્યો હતો કે આશરે પાંચ મહિના પહેલા જૂનાગઢમાં અસલમની પત્ની, માસી અને અન્ય સંબંધીઓ સહિતના પાંચ શખ્સોએ નંદીની પર ખૂની હુમલો કર્યો હતો. આ હુમલા અંગે તે સમયે જૂનાગઢ સી ડિવિઝન પોલીસ મથકમાં કાયદેસરની પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.

હુમલાની ઘટના બાદ અસલમ અને નંદીની છેલ્લા પાંચેક મહિનાથી રાજકોટમાં ભાડાનો રૂૂમ રાખીને સાથે રહેતા હતા. પરંતુ આ દરમિયાન પણ નંદીનીની જિંદગી નરક સમાન બની ગઈ હતી. મૃતકની બહેન રૂૂપલે આક્ષેપ કર્યો છે કે, આપઘાત કરતા પહેલાં નંદીનીએ છેલ્લે મોકલેલા મેસેજમાં જણાવ્યું હતું કે તેના તમામ સોના-ચાંદીના ઘરેણાં અસલમે ગીરવે મૂકી દીધા છે. આ ઉપરાંત, માનસિક રીતે ભાંગી પડેલી નંદીનીએ આપઘાત પૂર્વે સોશિયલ મીડિયા પર એક સ્ટેટ્સ પણ મૂક્યું હતું, જેમાં તેણે લખ્યું હતું કે, “પપ્પા હું જિંદગીનો જંગ હારી ગઈ છું.” નંદીનીના પિતાના જણાવ્યા અનુસાર, અસલમ અને તેનો પરિવાર છેલ્લા ઘણા સમયથી નંદીનીને સતત માનસિક અને શારીરિક ટોર્ચર કરતા હતા, જેનાથી કંટાળીને જ તેમની દીકરીએ આ અંતિમ પગલું ભરી લીધું હોવાની પૂરેપૂરી આશંકા છે. હાલ આ મામલે તાલુકા પોલીસે પિતાનું સત્તાવાર નિવેદન નોંધીને આગળની ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂૂ કરી છે.

અસલમે ભોળવીને યુવતીનું ગર્ભાશય જ કઢાવી નાખ્યું!
આ સમગ્ર આપઘાત પ્રકરણમાં સૌથી કંપારી છૂટી જાય તેવો ચોંકાવનારો આક્ષેપ મૃતકની બહેન રૂૂપલે કર્યો છે. રૂૂપલના જણાવ્યા મુજબ, જ્યારે નંદીની પોતાના ઘરબાર છોડીને અસલમ સાથે રહેવા ગઈ, ત્યારે અસલમે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી. અસલમે નંદીનીને એવું કહ્યું હતું કે, ’હું પહેલેથી જ પરિણીત છું અને મારે એક સંતાન છે, તેથી મારે હવે ભવિષ્યમાં બીજું કોઈ સંતાન જોઈતું નથી.’ આ વાત કહીને તેણે નંદીનીને ભોળવી, વિશ્વાસમાં લીધી અને નિર્દયતાપૂર્વક તેનું ઓપરેશન કરાવીને ગર્ભાશય જ કઢાવી નાખ્યું હતું. છેલ્લા એકાદ મહિનાથી નંદીની પોતાની બહેનને અવારનવાર કહેતી હતી કે અસલમ અને તેના પરિવારનું ટોર્ચર હવે અસહ્ય બની ગયું છે અને તેના માટે જીવન જીવવું મુશ્કેલ બન્યું છે. તે અસલમનો સાથ છોડીને એકલી રહીને નોકરી કરીને નવું જીવન શરૂૂ કરવા માંગતી હતી. પરંતુ તે પોતાનો આ નિર્ણય અમલમાં મૂકે તે પહેલાં જ ભારે ટોર્ચરથી કંટાળીને મોતને વહાલું કરી લીધું હતું, જેને પગલે પોલીસે ઉંડાણપૂર્વકની તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *