બેંક કર્મચારીની સતર્કતાથી સાયબર અપરાધ અટકાવી શકાય: IPS બાંગરવા

નાગરિક બેંકમાં “સાયબર અપરાધને રોકવા તથા મ્યુલ ખાતાની ઓળખ કરવામાં બેંકરની ભૂમિકા” વિષયક સેમિનાર યોજાયો સમયની સાથે કદમ મિલાવતાં અને આવનારા પડકારોની સામે સજ્જ થવા,…

નાગરિક બેંકમાં “સાયબર અપરાધને રોકવા તથા મ્યુલ ખાતાની ઓળખ કરવામાં બેંકરની ભૂમિકા” વિષયક સેમિનાર યોજાયો

સમયની સાથે કદમ મિલાવતાં અને આવનારા પડકારોની સામે સજ્જ થવા, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ’સાયબર અપરાધને રોકવા અને મ્યુલ ખાતાની ઓળખ કરવામાં બેંકરની ભૂમિકા’ વિષયક અતિ અગત્યનો સેમિનાર બેંકની હેડ ઓફિસ, અરવિંદભાઈ મણીઆર નાગરિક સેવાલય, રાજકોટ ખાતે યોજાયેલ હતો અને તેમાં જગદીશ બાંગરવા ઈંઙજ (ડી.સી.પી.-ક્રાઈમ-રાજકોટ) અને જે. એમ. કૈલા (પીઆઈ-સાયબર ક્રાઈમ બ્રાંચ-રાજકોટ) દ્વારા સમયોચિત્ત માર્ગદર્શન અપાયું હતું.ડી.સી.પી.-ક્રાઈમના જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, ’સાયબર ક્રાઈમ દ્વારા કે મ્યુલ ખાતાઓની રકમ દેશની બહાર જાય છે ત્યારે તેનો ઉપયોગ દેશ વિરોધી પ્રવૃત્તિમાં પણ થતો હોય છે. અત્યારના સમયમાં પરંપરાગત ગુનાઓથી પણ વધારે સાયબર અપરાધ થતા હોય છે. તેનો ભોગ બનનાર ઘણીવાર અજ્ઞાનતા, ડર, કે પ્રતિષ્ઠા ગુમાવવાના ભયને કારણે ફરિયાદ નોંધાવતા હોતા નથી.

મ્યુલ ખાતાઓ અંગે આપણે જોઈએ તો, પોતાનું બેંક ખાતુ પૈસાની લાલચમાં કે કોઈપણ કારણસર અન્યને વપરાશ માટે આપવું ગુનાને પાત્ર છે. વપરાશ કરનાર તે ખાતામાં કંઈપણ કરે તો તેની જવાબદારી જે તે બેંક ખાતેદારની જ બને છે. આ તકે સર્વે બેંક કર્મચારીગણને પણ આહવાન કરીએ છીએ કે, તમારી પાસે કોઈ ખાતાધારક પૈસા ઉપાડવા આવે ત્યારે થોડા સર્તક રહો. જે તે ખાતા સબંધીત થોડી માહિતી પુછો. અચાનક કોઈ ખાતામાં મોટી રકમની લેવડ-દેવડ થાય કે વપરાશ વધી જાય તો પુછપરછ કરશો અને આવનાર વ્યક્તિનું વર્તન ધ્યાનથી જોશો તો તેના આધારે સાયબર અપરાધ બનતો અટકાવી શકાશે.’

બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠકે હાર્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, સાયબર ક્રાઈમ સમજવા માટે આપણા માટે મોટી તક છે. અત્યારના સમયમાં ખૂબ જ ઉપયોગી અને અગત્યના વિષય ઉપર આપણે માર્ગદર્શન મેળવીએ અને જાગૃત બનીએ સાથોસાથ આપણા પરિવારને જાગૃત બનાવીએ.’સાઇબર ક્રાઈમ-રાજકોટના પીઆઈ જે. એમ. કૈલાએ જણાવ્યું હતું કે, ‘પોલીસ દ્વારા કોઈને પણ ડીજીટલ એરેસ્ટ કરાતા નથી. સાઇબર ક્રિમીનલો નકલી પોલીસ બની, તેના જેવું જ સેટ-અપ બતાવી, ખોટી નોટીસ દર્શાવી, કોર્ટનું પણ ખોટું સેટ-અપ દર્શાવી, ડીજીટલ એરેસ્ટ કરે છે અને ધીમે-ધીમે વ્યક્તિને ફસાવતાં જતાં હોય છે. અંતમાં મોટી રકમ ટ્રાન્સફર કરાવી લે છે. આવી જ રીતે શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ, લાઇટ બીલ ન ભરવાથી લાઇટ ડીસકનેકટ કરવી, ન્યુડ વિડીયો દ્વારા બ્લેકમેઈલ, ફીશીંગ લીંક કે એપીકે ફાઈલ મોકલવી, ઇન્સ્ટન્ટ લોન એપ્લીકેશન ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, સીમ સ્વાઇપ ફોડ, પોસ્ટ ઓફિસ પાર્સલ ફ્રોડ વગેરે જોવા મળે છે. સરકાર દ્વારા હેલ્પલાઇન નં. 1930 છે. જેમાં તાત્કાલીક ફરીયાદ કરવી જોઇએ. ખાસ અપીલ છે કે ડીજીટલ ફુટ પ્રિન્ટ ઘટાડો, ગેમીંગ સાઈટથી સાવધાન રહો.’

આ સેમિનારમાં દિનેશભાઈ પાઠક (ચેરમેન), જીવણભાઇ પટેલ (વાઈસ ચેરમેન), ડિરેકટરગણમાંથી ચંદ્રેશભાઇ ધોળકીયા, અશોકભાઈ ગાંધી, માધવભાઈ દવે, વિક્રમસિંહ પરમાર, ભૌમિકભાઈ શાહ, બ્રિજેશભાઈ મલકાણ, ડો. એન. જે. મેઘાણી, કિર્તીદાબેન જાદવ, જ્યોતિબેન ભટ્ટ, શૈલેષભાઈ મકવાણા (કો-ઓપ્ટ), વિનોદ શર્મા (જનરલ મેનેજર-સીઇઓ), રજનીકાંત રાયચુરા (ડી.જી.એમ.), બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી હંસરાજભાઈ ગજેરા, વિનોદભાઈ લાઠીયા, હર્ષિતભાઇ કાવર (ક્ધવીનર) અને કર્મચારીગણ, રૂૂબરૂૂ તેમજ ઓનલાઈન વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી અગત્યનું માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમનું સરળ અને સફળ સંચાલન યોગેશભાઈ દવેએ કર્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *