કટલેરીનો ધંધાર્થી ગોવાથી દારૂ લઈને આવ્યો ને પોલીસની ઝપટે ચડી ગયો

શહેરના રેલનગર વિસ્તારમાં રહેતો કટલેરીનો ધંધાર્થી ગોવા કટલેરીની ખરીદી કરવા ગયો હતો અને સાથે દારૂ લઈને પરત આવતાં પોલીસની ઝપટે ચડી ગયો હતો. રાજકોટ કુવાડવા…

શહેરના રેલનગર વિસ્તારમાં રહેતો કટલેરીનો ધંધાર્થી ગોવા કટલેરીની ખરીદી કરવા ગયો હતો અને સાથે દારૂ લઈને પરત આવતાં પોલીસની ઝપટે ચડી ગયો હતો. રાજકોટ કુવાડવા હાઈ-વે પર બામણબોર ચેક પોસ્ટ પાસેથી પોલીસે 53 હજારના 192 દારૂના ચપલા સાથે તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ આર.કે. ગોહિલની રાહબરી હેઠળ એએસઆઈ વિજયરાજસિંહ જાડેજા, રણજીતસિંહ પઢારીયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.

દરમિયાન હેડ કોન્સ. તુલસીભાઈ ચુડાસમા અને કોન્સ્ટેબલ સંજયભાઈ ખાખરીયાને મળેલી બાતમીના આધારે રાજકોટ અમદાવાદ હાઈવે પર બામણબોર ચેકપોસ્ટ નજીક ખાનગી બસમાંથી ઉતરેલા એક શખસને પોલીસે શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. આ શખસની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ સુરેશ પ્રહલાદભાઈ અમરાણી (ઉ.વ. 44 રહે. આર.કે. સોસાયટી શેરી નંબર 2, રેલનગર આસ્થા ચોકડી આગળ, રાજકોટ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ શખસ પાસે રહેલી ટ્રોલી બેગમાં તપાસ કરતા તેમાંથી રૂૂપિયા 52,800 ની કિંમતના 192 દારૂૂના ચપલા મળી આવ્યા હતા. જેથી પોલીસે દારૂૂના આ ચપલા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂૂપિયા 57,800 નો મુદ્દામાલ કબજે કરી આ શખસ વિરૂૂધ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, આરોપી કટલેરીનો વ્યવસાય કરતો હોય અને પોતાના ધંધાના કામ અર્થે તે ગોવા ગયો હતો ત્યારે ગોવામાં કટલેરીના સામાનની સાથે દારૂૂનો વેપલો કરવા માટે દારૂૂના ચપલા પણ ટ્રોલી બેગમાં છુપાવી લાવ્યો હતો. ખાનગી બસમાં રાજકોટ પાસે પહોંચતા જ ક્રાઇમ બ્રાંચની ટીમે તેને ઝડપી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *