CSKના સ્ટાર ક્રિકેટર શિવમ દુબેનો આર્મી લુક વાયરલ

ભારતીય ઓલરાઉન્ડર અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના સ્ટાર ક્રિકેટર શિવમ દુબેનો એક વિડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં શિવમ દુબે પોતાની…

ભારતીય ઓલરાઉન્ડર અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના સ્ટાર ક્રિકેટર શિવમ દુબેનો એક વિડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં શિવમ દુબે પોતાની પત્ની અંજુમ ખાન અને પરિવાર સાથે આર્મીની વર્દીમાં જોવા મળ્યા હતા. પીઠ પર જરૂૂરી સામાનથી ભરેલી બેગ અને હાથમાં ટ્રેકિંગ સ્ટિક સાથે તેઓ જાણે સૈન્ય તાલીમ લઈ રહ્યા હોય તેવો અનુભવ કરતા જોવા મળ્યા હતા. આ દ્રશ્ય જોઈને ચાહકોમાં ચર્ચા શરૂૂ થઈ છે કે શું શિવમ દુબેએ ભારતીય સેનાનો કોઈ ખાસ મિલીટરી કેમ્પ જોઇન કર્યો છે?

શિવમ દુબે સેનામાં જોડાઈ ગયા છે, તો એવું નથી. હકીકતમાં તેઓ પરિવાર સાથે લોનાવાલામાં આવેલા એક ખાસ મિલીટરી થીમ આધારિત રિસોર્ટમાં રજાઓ ગાળવા પહોંચ્યા હતા. શિવમ દુબે પત્ની અંજુમ અને પરિવારના સભ્યો સાથે લોનાવાલાના જાણીતા ડેલતાજ ઉ.અ.ઝ.અ. રિસોર્ટમાં ગયા હતા. આ રિસોર્ટ આર્મી થીમ અને વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ માટે જાણીતો છે. લોનાવાલામાં આવેલા ડેટા રિસોર્ટનો આ એક ખાસ લકઝરી ગેટ વે છે, જ્યાં મુલાકાતીઓને મિલીટરી સ્ટાઇલમાં રહેવા, સર્વાઈવલ ટાસ્ક કરવા, ઓબસ્ટેકલ કોર્સ પાર કરવા અને સૈન્ય જીવનનો રોમાંચ અનુભવવાની તક મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *