સુવિધા, ફિટનેસ અને સ્વાસ્થ્ય સુખકારીને પ્રાધાન્ય આપવાના હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક પ્રશંસનીય પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના કાલાવાડ રોડ પર આવેલ શ્રી રામ બ્રિજ નીચે આવેલી જગ્યાનો સુવ્યવસ્થિત અને શ્રેષ્ઠ ઉપયોગ કરીને નાગરીકો માટે વિવિધ રમતગમત સંકુલ(સ્પોર્ટ્સ ઝોન) વિકસાવવામાં આવ્યું છે.
જેમાં વિવિધ આકર્ષક રમતગમતની સુવિધાઓ જેવી કે બોક્સ ક્રિકેટ, પિકલ બોલ, સ્કેટીંગ તથા ચેસ, કેરમ, પૂલ, સ્નૂકર તથા એર હોકી જેવી ઈન્ડોર ગેમ્સની સુવિધા વિકસાવવામાં આવેલ છે. જેનો બહોળી સંખ્યામાં નાગરીકો હાલ લાભ લઈ રહ્યા છે. તા.01/10/2025 થી શરૂૂ કરવામાં આવેલ ઉપરોક્ત સુવિધાઓનો તા-20/05/2026 સુધીમાં નીચે મુજબની સંખ્યામાં નાગરીકોએ લાભ લીધો હતો. આજે વિગતો મળી રહી છે તેમાં ઇન્ડોર ગેમ્સમાં 665, બોક્સ ક્રિકેટમાં 273 , સ્કેટિંગ રિંગમાં 145 અને પીકલ બોલમાં 79 એમ કુલ 1162 લોકોએ રમત ગમતનો લાભ લીધો.
