400 કરોડના આંતરરાજ્ય સાયબર ફ્રોડમાં 10 મ્યુલ એકાઉન્ટધારકો સામે ગુનો નોંધાયો

ગુજરાત અને આંતરરાજ્યમાં થયેલ 400 કરોડાના સાયબર ફ્રોડમાં 16 કરોડની રકમની હેરાફેરી કરનાર રાજકોટ -ગોંડલ અને પડધરીના સહિતના દસ મ્યુલ એકાઉન્ટ ધારકો સામે રૂૂપિયાની હેરાફેરી…

ગુજરાત અને આંતરરાજ્યમાં થયેલ 400 કરોડાના સાયબર ફ્રોડમાં 16 કરોડની રકમની હેરાફેરી કરનાર રાજકોટ -ગોંડલ અને પડધરીના સહિતના દસ મ્યુલ એકાઉન્ટ ધારકો સામે રૂૂપિયાની હેરાફેરી કરવા બેંક એકાઉન્ટ ભાડે આપી ગુનો આચર્યો હોવાની પડધરી પોલીસે ફરિયાદનોંધી 6 શખ્સોની ધરપકડ કરી છે. આ મામલે તપાસમાં ગુજરાત સહિત વિવિધ રાજયોના 116 ગુનામાંથી મેળવેલી રકમમાંથી 16 કરોડની રકમ ઉપાડી લીધા હોવાનું તપાસમાં ખુલ્યું છે.

400 કરોડાના આંતરરાજય સાઈબર ફ્રોડ મામલે રાજકોટ ગ્રામ્યના સાયબર ક્રાઈમ સેલમાં અનામ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રકાશભાઈ વીરાભાઈ ડાંગરે પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જય મનસુખભાઈ નાદપરા, રૂૂષિત તુલસીભાઈ રૈયાણી, મનીષ છગનભાઈ કમાણી, પ્રવીણસિંહ ભુપતસિંહ પરમાર, મહેન્દ્રસિંહ કલ્યાણજીજાડેજા, આદિલ ઉદીન લાલાભાઈ ઉર્ફે યાજ્ઞીક ઝાલાવાડીયા, હર્ષિલ નીલેશભાઈ શાહ, મયુરસિંહ મહિપતસિંહ વાઘેલા અને ભરતસિંહ પરમાર સહિતના દસ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, આરોપી જયે પોતાના છ અને તપાસમાં નીકળે એ અન્ય એકાઉન્ટ દ્વારા આશરે રૂૂપિયા 200 કરોડથી વધુની રકમ વિવિધ લોકો પાસેથી મેળવેલ હોય જેમાં 14.92 કરોડની રકમ સાયબર ફોડ હોવાનું ખુલ્યું હતું અને ભારતભરના વિવિધ રાજર્ષોમાંથી ઓનલાઈન પોર્ટલ મારફત 85 અરજીઓ કરવામાં આવી છે. રૂૂષિતે તેના મિત્ર હર્ષિલ શાહ સાથે સંપર્ક કરાવી તેના ખાતામાં એક કરોડની રકમનું ટ્રાન્ઝેક્શન કરાવેલ હતું.

આમ, દસ આરોપીએ પૂર્વ કાવતરૂૂ રાખી ગુજરાત સહિત અન્ય રાજ્યના વિવિધ લોકોને લલચાવી, ફોસલાવીછેતરપિંડી આચર્યા બાદ ફોડના નાણા મેળવી બાદ વિવિધ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરી આ સાયબર ફોડના પૈસાને પોતાના આર્થિક લાભ હેતુથી મુળ અપરાધીઓ સુધી આ નાણા પોચે તે માટે પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપી ગુનો આચર્યો હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી છ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ પરી છે. ગુજરાત સરકારે હાલ સાયબર ગઠિયાઓને પકડી પાડવા માટે કમર કસી છે. સમગ્ર રાજ્યમાં ’ઓપરેશન મ્યુલ હન્ટ’ દ્વારા ઓનલાઈન ચીટીંગના મારફતે નાણાં ટ્રાન્સફર કરી લેવાના પ્રકરણમાં બોગસ ખાતાધારકોને શોધવામાં આવી રહ્યા છે. ત્યારે રૂૂ. 400 કરોડથી વધુના સાયબર ફ્રોડનું કનેક્શન સૌરાષ્ટ્ર સુધી પહોંચતા સાયબર ક્રાઈમે મોટી કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *