મોટા આસોટા ગામે યુવાન પર તલવાર વડે હુમલો
ગુજરાત મિરર, જામ ખંભાળિયા તા.14: કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે રહેતા જીવાભાઈ કેશુરભાઈ ગોજીયા નામના યુવાનો પુત્ર આ જ વિસ્તારમાં રહેતા દેવાણંદ નેભા ગોજીયાના ફળિયા પાસે રમી રહ્યો હતો, ત્યારે તેણે બાળકને પકડીને ટાંકા પાસે ઘા કરી દેતા બાળકના પિતા જીવાભાઈએ આરોપી દેવાણંદને કહેલ કે મારા દીકરાને કેમ મારે છે ? આ પછી આરોપીએ ઉશ્કેરાઈને બિભત્સ ગાળો કાઢી, પથ્થરનો ઘા ફટકારી, તલવાર વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
સલાયાના ત્રણ માછીમારો સામે કાર્યવાહી
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા હાસમ સલેમાન ચમડિયા, ઇબ્રાહીમ હારુન સુંભણીયા અને કાસમ અયુબ સુંભણીયા નામના ત્રણ માછીમારોએ કોઈ પણ પ્રકારની પૂર્વ પરવાનગી વગર બોટ મારફતે દરિયામાં માછીમારી કરવા જતા સલાયા બંદર વિસ્તારમાંથી પોલીસે ઉપરોક્ત ત્રણેય માછીમારોને ઝડપી લઇ, બીએનએસ તથા મત્સ્યોદ્યોગ કાયદા હેઠળ કાર્યવાહી કરી હતી.
વિદેશી દારૂૂના જથ્થા સાથે ઝડપાયો
ખંભાળિયામાં યોગેશ્વર નગર વિસ્તારમાં આવેલી આલ્ફા સ્કૂલની પાછળના ભાગે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા પ્રવીણ નારણ મસુરા નામના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂૂપિયા 54,200 ની કિંમતની વિદેશી દારૂૂની 46 બોટલ તેમજ એક મોબાઇલ ફોન સહિત કુલ રૂૂ. 59,200 ના મુદ્દામાલ સાથે આરોપી પ્રવીણ મસુરાની અટકાયત કરી હતી આ પ્રકરણમાં અન્ય એક આરોપી મહેશ હરઘોડ વાલાણી ગઢવી (રહે. તિરૂૂપતિ સોસાયટી, જામનગર) પણ સંડોવાયેલો હોવાનું ખુલતા પોલીસે હાલ તેને ફરાર જાહેર કરી પ્રોહીબિશન એક્ટ હેઠળ આગળની તપાસ હાથ ધરી હતી.
