ફાયરિંગ પ્રકરણમાં મરઘા ગેંગના વધુ એક સાગ્રીતને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ, ફરાર સભ્યોની શોધખોળ

મંગળા રોડ પર પેંડા અને મરઘા ગેંગ વચ્ચે થયેલા સામસામે અંધાધૂંધ ફાયરિંગ મામલે પોલીસે પેંડાને ઝડપી લીધા બાદ બાદ મરઘા ગેંગના સુત્રધાર સમીર ઉર્ફે મુર્ગો…

મંગળા રોડ પર પેંડા અને મરઘા ગેંગ વચ્ચે થયેલા સામસામે અંધાધૂંધ ફાયરિંગ મામલે પોલીસે પેંડાને ઝડપી લીધા બાદ બાદ મરઘા ગેંગના સુત્રધાર સમીર ઉર્ફે મુર્ગો યાશીનભાઈ પઠાણ, શાહનવાજ ઉર્ફે નવાજ મુસ્તાકભાઈ વેતરણ અને સોહીલ ઉર્ફે ભાણો સિકંદરભાઈ ચાનીયાની ધરપકડ કરી રીમાન્ડ ઉપર પુછપરછ શરૂૂ કરી છે ત્યારે મરઘા ગેંગનો વધુ એક સભ્ય જંગલેશ્વરના આબિદ હનીફ ગોધાવિયાને પણ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લીધો છે. પોલીસે અત્યાર સુધી બન્ને ગેંગના 21 આરોપીની ધરપકડ કરી છે. હજુ ફરાર મરઘા ગેંગના અન્ય ચાર સાગરીતોને ફરાર હોય જેને ઝડપી લેવા પોલીસે શોધખોળ શરૂૂ કરી છે.

ફાયરીંગ મામલે બન્ને ગેંગને ખો ભુલાવી દેવા પોલીસે ગૂજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. જેમાં ક્રાઇમ બ્રાંચે પેંડા ગેંગના જે 17 પાડાઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે તેમાંથી રાજપાલસિંહ સુધીરસિંહ જાડેજા,હર્ષદીપસિંહ ઉર્ફે મેટીયો સાત્યકીસિંહ ઝાલા,પરીક્ષીતિ ઉર્ફે પરેશ ઉર્ફે પરીયો રાજુભાઈ બળદા, જીજ્ઞોશ ઉર્ફે ભયલુ દિનેશ રાબા, પરિમલ ઉર્ફે પરીયો ત્રિભુવન સોલંકી , ચંદ્રેશ ઉર્ફે ચંદો બાબુભાઈ ગોહેલ, દિનેશ ઉર્ફે કાચો સંજય ટમટા, જયવીક ઉર્ફે મોન્ટુ દિલીપ રોજાસરા, કમલેશ વજુભાઈ મેતા,દિનેશ ઉર્ફે બચુ ઉર્ફે મોટી ટીકીટ અરવિંદ ગોહેલ, રણજીત ઉર્ફે કાનો ટીકીટ અરવિંદ ગોહેલ, જીજ્ઞશ ઉર્ફે બાવકો ઉર્ફે નાની ટીકીટ અરવિંદ ગોહેલ, ચિરાગ ઉર્ફે બકાલી રાજેશ મકવાણા , હિતેન્દ્રસિંહ ઉર્ફે હકોકળી ભૂપતસિંહ જાડેજા, સંજયસિંહ ઉર્ફે ચિન્ટુ મહેન્દ્રસિંહ ઉર્ફે જગતસિંહ ઝાલાની સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે રિમાન્ડ ઉપર પુછપરછ શરૂૂ કરી છે.જયારે મરઘા ગેંગના સુત્રધાર સમીર ઉર્ફે મુર્ગો યાશીનભાઈ પઠાણ, શાહનવાજ ઉર્ફે નવાજ મુસ્તાકભાઈ વેતરણ અને સોહીલ ઉર્ફે ભાણો સિકંદરભાઈ ચાનીયાની એસઓજીની ટીમ રીમાન્ડ ઉપર પુછપરછ કરી રહી છે.

મરઘા ગેંગને યુપીમાં આશરો આપનાર ને પકડવા એક ટીમ યુપી જવા રવાના થશે. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની સુચનાથી ક્રાઈમ બ્રાંચ એસીપી બી.બી. બસીયામાં માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ સાથે એસઓજીના પી.આઈ એસ.એમ. જાડેજા સાથે પીએસઆઈ વી.એમ. ડોડીયાની ટીમે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *