હળવદના કોયબા ગામની સીમમાં કેમિકલયુકત ઝેરી પાણી છોડતાં ત્રણ કારખાનેદારો સામે ગુનો

હળવદના કોયબા ગામ નજીકથી એક ચોંકાવનારો જાહેરમા છોડી દેવાનો કેમિકલ કાંડ બહાર આવ્યો છે. ગામની સીમમાં આવેલી ફેક્ટરીમાંથી કેમિકલયુક્ત ઝેરી પાણી છોડીને પર્યાવરણ અને માનવજીવન…

હળવદના કોયબા ગામ નજીકથી એક ચોંકાવનારો જાહેરમા છોડી દેવાનો કેમિકલ કાંડ બહાર આવ્યો છે. ગામની સીમમાં આવેલી ફેક્ટરીમાંથી કેમિકલયુક્ત ઝેરી પાણી છોડીને પર્યાવરણ અને માનવજીવન સાથે ખેલ કરવામાં આવી રહ્યો હતો. મામલો સામે આવતા CID ક્રાઈમે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ કારખાનેદારો સામે ગુનો નોંધ્યો છે.

માહિતી મુજબ કોયબાની સીમમાં „ chempro industries સર્વે નં 270 પૈકી 2 ફેક્ટરીમાંથી કેમિકલ પાણી જાહેરમાં અને આસપાસના વિસ્તારમાં છોડવામાં આવતું હોવાનો ગંભીર પર્દાફાશ થયો હતો. આ કેમિકલ યુક્ત પાણીના કારણે જમીનની ગુણવત્તા બગડવાની સાથે પશુઓ અને માનવ સ્વાસ્થ્ય માટે પણ મોટું જોખમ ઉભું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ફરિયાદના આધારે CID ક્રાઈમની ટીમે સ્થળ પર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી સ્થળ પરથી લેવામાં આવેલા પાણીના નમૂનાઓ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલવામાં આવ્યા હતા. તપાસમાં આ પાણીમાં હાઈડ્રોજન અને કલોરાઈડ જે હાઈડ્રોક્લોરાઈડ એસિડના ઘટકો ગણી શકાય તેવાં કેમિકલના અંશ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર ઘટનાએ પર્યાવરણ સુરક્ષા અને ઉદ્યોગોની જવાબદારી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. નફાખોરી માટે કુદરત અને લોકોના સ્વાસ્થ્ય સાથે રમાતી આ હરકત સામે હવે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
CID ક્રાઈમે આ મામલે અલ્પેશ અંબારામબાઈ વશીયાણી, સંજય અમરસીભાઈ પટેલ અને વિજય જસમતભાઈ પટેલ સામે ભારતીય ન્યાય સંહિતા કલમ 270, 271, 272 અને 54 હેઠળ ગુનો નોંધ્યો છે. અને વધુ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *