સુરેન્દ્રનગરમાં કારના ડેશબોર્ડ ઉપર ગેરકાયદે પોલીસનું બોર્ડ મૂકનાર સામે ગુનો

સુરેન્દ્રનગરમાં પોલીસનાં નામની પ્લેટ કારના ડેશબોર્ડ પર મુકીને રોફ જમાવતા તત્વો સામે જીલ્લા પોલીસ કડક બની છે અને પોલીસમાં નહિ હોવા છતાં કારમાં પોલીસ લખનાર…

સુરેન્દ્રનગરમાં પોલીસનાં નામની પ્લેટ કારના ડેશબોર્ડ પર મુકીને રોફ જમાવતા તત્વો સામે જીલ્લા પોલીસ કડક બની છે અને પોલીસમાં નહિ હોવા છતાં કારમાં પોલીસ લખનાર 2 કાર ચાલકો સામે ગુનો નોંધાયો હતોસુરેન્દ્રનગરમાં જીલ્લા પોલીસ દ્વારા સીસીટીવી કેમરાનું મોનીટરીંગ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂૂમ થી કરવામાં આવે છે. તેમાં ઝીણવટપૂર્વકનું નિરિક્ષણ કરીને પોલીસનાં નામની પ્લેટ કારના ડેશબોર્ડ પર મુકીને રોફ જમાવતા તત્વોને શોધી કાઢવા આવ્યા હતા.

તા.14.12.2024 નાં ફૂટેજમાં બહુચર હોટેલ પાસેના કેમેરામાં આ પ્રકારની કાર ધ્યાને આવતા પોલીસે તેના નંબરના આધારે તપાસ કરતા તે કાર ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામના અજયસિંહ વિક્રમસિંહ ઝાલાની હોવાનું બહાર આવ્યું હતું. તેમની પૂછપરછ કરતા તેમણે કોઈ પણ પરવાનગી વિના આ પ્લેટ મૂકી હોવાનું જણાવ્યું હતું તેથી તેમની સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરાઈ હતી.

જયારે વઢવાણ પોલીસ સ્ટેશન હદમાં ધોળીપોળ બસ સ્ટેશન પાસેથી પસાર થતી કારમાં આ પ્રકારની પોલીસ લખેલી પ્લેટ જોવા મળતા તેના નંબરના આધારે તપાસ કરાઈ હતી. તે કાર સાયલા તાલુકાના નડાળા ગામના રમેશભાઈ રામાભાઈ સોલંકીની હોવાનું ખુલ્યું હતું. તેમની પૂછપરછ માં તેઓ સરકારી નોકરી નહિ કરતા હોવાનું અને માત્ર શોખથી પ્લેટ મૂકી હોવાનું જણાવતાં પોલીસે તેમની સામે પણ ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *