જસદણ પંથકની દુષ્કર્મ પીડિતાની ઓળખ જાહેર કરનાર કોંગ્રેસના નેતા સહિત 25 સામે ગુનો

જસદણના એક ગામમાં છ વર્ષની બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચરી ગુપ્તાંગમાં સળિયો ઘૂસાડી ક્રૂર કૃત્ય આચર્યું હતું. આ ઘટનામાં પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો…

જસદણના એક ગામમાં છ વર્ષની બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચરી ગુપ્તાંગમાં સળિયો ઘૂસાડી ક્રૂર કૃત્ય આચર્યું હતું. આ ઘટનામાં પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો. બાદમાં રિ-ક્ધસ્ટ્રક્શન વખતે આરોપીએ હુમલો કરવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં બાળકીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. જોકે આ ગંભીર ઘટનામાં રાજકીય નેતાઓ દ્વારા પીડિત પરિવારની ઓળખ છતી થાય એ રીતે સોશિયલ મીડિયામાં તેમના ફોટા વાયરલ કર્યા હતા.

આથી આટકોટ પોલીસે પ્રગતિ આહીર સહિત 25થી વધુ લોકો સામે ફરિયાદ નોંધી છે.પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, સગીર પીડિતની ઓળખ ગુપ્ત રાખવી કાયદેસર ફરજિયાત છે. આ પ્રકારની બેદરકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ સંબંધિત વ્યક્તિઓ સામે કાયદેસર પગલાં લેવામાં આવશે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચર્ચા અને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પોલીસ તટસ્થ રીતે તપાસ કરી કાયદાનું પાલન થાય તે માટે કડક વલણ અપનાવી રહી છે.આટકોટ પોલીસે પ્રગતિ આહીર સહિત તેની સાથે દેખાતા 25થી 30 લોકો સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ (બાળકોની સંભાળ અને સંરક્ષણ અધિનિયમ) હેઠળ ગુનો દાખલ કર્યો છે. જસદણના એક ગામમાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ગંભીર ઘટના બાદ રાજકીય નેતાઓ દ્વારા પીડિત પરિવારના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવા બદલ આટકોટ પોલીસે કાર્યવાહી કરી છે.

કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર સહિત કુલ 25 લોકો સામે જુવેનાઈલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ અધિનિયમ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ ઘટના બે દિવસ અગાઉ બની હતી, જ્યારે કોંગ્રેસના નેતા પ્રગતિ આહીર અને અન્ય આગેવાનો બાળકીના પરિવારજનોને સાંત્વના આપવા તેમના ઘરે ગયા હતા. આ મુલાકાત દરમિયાન પરિવારજનો સાથે લેવાયેલા ફોટોગ્રાફ્સ ફેસબુક અને વોટ્સએપ ગ્રુપમાં વ્યાપકપણે વાયરલ થયા હતા. સગીર બાળકીની ઓળખ જાહેર થવી એ ગંભીર બાબત હોવાથી પોલીસે આ પગલું ભર્યું છે. ફરિયાદ મુજબ, વાયરલ થયેલા ફોટોગ્રાફ્સથી બાળકી અને તેના પરિવારની ઓળખ જાહેર થવાની શક્યતા ઊભી થઈ હતી, જે કાયદાનો ભંગ છે.પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ શરૂૂ કરી છે.

સોશિયલ મીડિયા પર ફોટા કોણે અપલોડ કર્યા, કોણે ફોરવર્ડ કર્યા અને કેટલા ગ્રુપોમાં તે વાયરલ થયા તેની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. મોબાઈલ ફોન, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ડિજિટલ પુરાવાની પણ ચકાસણી ચાલી રહી છે. પ્રગતિ આહીરના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પીડિત પરિવારની ઓળખ થઈ શકે એવા ફોટો અને વિડીયો મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત જસદણ તાલુકા પંચાયતના વોટ્સેપ ગ્રૂપમાં પણ આ જ ફોટો અને વિડીયો મૂકવામાં આવ્યા છે.

આટકોટ પોલીસે પ્રગતિ આહીર સહિત તેની સાથે દેખાતા 25થી 30 લોકો સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ (બાળકોની સંભાળ અને સંરક્ષણ અધિનિયમ) હેઠળ ગુનો દાખલ કર્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *