કચ્છમાં હાઇવે પર વાહનોની લાઇટો તોડનાર 21 સામે ગુનો, પાંચ ઝડપાયા

ટ્રાન્સપોર્ટના બે ટ્રેલર સહિત અન્ય વાહનોમાં ધોકા મારી નુકસાન કર્યું હતું ખાવડા નજીક લુડીયા ત્રણ રસ્તા પાસે ગુરુવારે મોડી રાત્રે ઉશ્કેરાયેલો ટોળો રસ્તા પર ઉતારી…

ટ્રાન્સપોર્ટના બે ટ્રેલર સહિત અન્ય વાહનોમાં ધોકા મારી નુકસાન કર્યું હતું

ખાવડા નજીક લુડીયા ત્રણ રસ્તા પાસે ગુરુવારે મોડી રાત્રે ઉશ્કેરાયેલો ટોળો રસ્તા પર ઉતારી આવ્યો હતો અને પસાર થતા વાહનોની લાઈટોમાં તોડફોડ કરતા માહોલ તંગ બન્યો હતો.જે મામલે ખાવડા પોલીસે છ નામજોગ અને અજાણ્યા દસથી પંદર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી પાંચ આરોપીઓની અટકાયત કરી લીધી છે.


ગુરુવારે રાત્રે ખાવડા હાઈવે પર લુડીયા ત્રણ રસ્તા નજીક વાહનોની લાઈટોમાં તોડફોડ કરાઈ હતી.અકસ્માતના બે બનાવોમાં બે યુવાનો અને બે ભેંસોના મોતની ઘટના મામલે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો.જે બાદ ટોળો રસ્તા પર ઉતારી આવ્યો હતો અને પસાર થઇ રહેલા વાહનોને ઉભા રખાવી ધોકા મારી લાઈટો તોડી નંખાઈ હતી.જેના કારણે રસ્તે પસાર થયા પ્રવાસીઓ અને રાહદારીઓમાં પણ ભય ફેલાયો હતો.મોડી રાત્રે બનેલી ઘટના બાદ ખાવડા પોલીસ મથકે ઝુરા કેમ્પના ફરિયાદી ભોમસિંહ રાણસિંહ સોઢાએ આરોપી મંથાર હાજી સુમરા,રૂૂઉફ દિનમામદ નોડે,સાજન જુણસ નોડે,સાલે મામદ રાયધણ પઠાણ,હુસેન મીરૂૂ રાયશી,તમાચી હાસલ નોડે અને અજાણ્યા દસથી પંદર ઈસમો વિરુદ્ધ ગુનો નોધાવ્યો હતો.


ફરિયાદીના જણાવ્યા મુજબ તેમના ટ્રેઇલરો એગ્રોસેલમાંથી મીઠુ ભરીને આવતા હતા ત્યારે આરોપીઓએ તેમણે રોકાવ્યા હતા.જે બાદ ભૂંડી ગાળો બોલી ધોકા મારી લાઈટોને તોડી નાખી હતી અને રૂૂપિયા 10 હજારનો નુકસાન કર્યો હતો. અને રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનોની પણ લાઈટો તોડી નાખી હતી.ગુનો દાખલ કર્યા બાદ પોલીસે આરોપી મંથાર હાજી સુમરા,રૂૂઉફ દિનમામદ નોડે,સાલે મામદ રાયધણ પઠાણ,હુસેન મીરૂૂ રાયશી અને તમાચી હાસલ નોડેની અટકાયત કરી લીધી છે.અને અન્ય આરોપીઓને ઝડપી લેવા તપાસ તેજ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *