ક્રિકેટર શમીને રાહત, પત્નીએ લગાવેલા આરોપમાં કોર્ટની કલીનચીટ

પત્નીને 1.5 અને પુત્રીને 2.5 લાખ પ્રતિ માસ ચૂકવવા પણ આદેશ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને કાનૂની મોરચે એક મોટી રાહત મળી…

પત્નીને 1.5 અને પુત્રીને 2.5 લાખ પ્રતિ માસ ચૂકવવા પણ આદેશ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને કાનૂની મોરચે એક મોટી રાહત મળી છે. શમીની પત્ની હસીન જહાં, જે તેનાથી અલગ રહે છે, તેણે શમી સામે ચેક બાઉન્સનો કેસ દાખલ કર્યો હતો. હસીન જહાંનો આરોપ હતો કે ઘરખર્ચ માટે શમીએ આપેલો ₹1 લાખનો ચેક બેંકમાં બાઉન્સ થયો હતો. આ 4 વર્ષ જૂના કેસમાં હવે પશ્ચિમ બંગાળની અલીપોર કોર્ટે મોહમ્મદ શમીને ક્લીનચીટ આપતા તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યો છે.

અલીપોર કોર્ટના ન્યાયાધીશ અજય કુમાર મુખર્જીએ બુધવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે શમીને ચેક બાઉન્સના આરોપમાંથી મુક્ત કરવાની સાથે ભરણપોષણ અંગે પણ મહત્વનો આદેશ આપ્યો હતો. ન્યાયાધીશે કહ્યું કે, જ્યાં સુધી તેમના મુખ્ય કેસનો અંતિમ ઉકેલ ન આવે, ત્યાં સુધી આર્થિક સ્થિરતા જાળવી રાખવા માટે શમીએ તેની પત્ની હસીન જહાંને દર મહિને ₹1.5 લાખ અને પુત્રી માટે ₹2.5 લાખ ચૂકવવા યોગ્ય રહેશે.જો મોહમ્મદ શમી પોતાની ઈચ્છાથી પોતાની પુત્રી માટે કોઈ વધારાની આર્થિક મદદ કરવા માંગતો હોય, તો તે આમ કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે.

નોંધનીય છે કે, શમી અને તેની પત્ની વચ્ચેનો આ કેસ અલીપોર કોર્ટમાં લાંબા સમયથી ચાલી રહ્યો છે. ગયા વર્ષે પણ ન્યાયાધીશ અજય કુમાર મુખર્જીએ શમીને આદેશ આપ્યો હતો કે તેણે પત્ની અને પુત્રીના ભરણપોષણ માટે દર મહિને ₹4 લાખ ચૂકવવાના રહેશે. કોર્ટના તે નિર્ણયના વિરોધમાં હસીન જહાંએ સુપ્રીમ કોર્ટના દરવાજા પણ ખખડાવ્યા હતા. ત્યાં તેણે માંગણી કરી હતી કે ભરણપોષણની રકમ ₹4 લાખથી વધારીને દર મહિને ₹10 લાખ કરવામાં આવે. હાલમાં ચેક બાઉન્સ કેસમાં શમીને મળેલી મુક્તિ તેના માટે એક મોટો કાનૂની વિજય માનવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *