શુભમનના કહેવાથી પંતને વા.કેપ્ટન પદેથી હટાવાયો?

ઇન્સ્ટાગ્રામ પર વાયરલ વીડિયોથી ભારે ચર્ચા રિષભ પંતનું નસીબ હાલમાં ખરાબ ચાલી રહ્યું છે. તેની ટીમ લખનૌ સુપરજાયન્ટ્સ IPLમાં ભારે નુકસાન સહન કરી રહી છે,…

ઇન્સ્ટાગ્રામ પર વાયરલ વીડિયોથી ભારે ચર્ચા

રિષભ પંતનું નસીબ હાલમાં ખરાબ ચાલી રહ્યું છે. તેની ટીમ લખનૌ સુપરજાયન્ટ્સ IPLમાં ભારે નુકસાન સહન કરી રહી છે, અને ભારતીય ક્રિકેટ ટીમમાં તેનું કદ ઘટી રહ્યું છે. તાજેતરમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. પંતને ODI ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને ટેસ્ટમાં તેની વાઈસ કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી હતી.

તેના સ્થાને ઊંક રાહુલને વાઈસ કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શુભમન ગિલના કહેવાથી પંતને વાઈસ કેપ્ટનશીપથી દૂર કરવામાં આવ્યો હતો. રિષભ પંતને ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટનપદેથી કેમ દૂર કરવામાં આવ્યો તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. તાજેતરમાં જ પંતે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું હતું, અને ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી હારી ગઈ હતી. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં બેટ્સમેન તરીકે પંતનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. તેણે બે ટેસ્ટમાં ફક્ત 49 રન બનાવ્યા હતા, જેમાં તેની બેટિંગ એવરેજ 12.2 હતી. જોકે, તેણે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં સારું પ્રદર્શન કર્યું હતું. પંતે ચાર ટેસ્ટમાં 479 રન બનાવ્યા હતા, જેમાં બે સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *