રાજકોટમાં IPL ફેનપાર્કમાં ક્રિકેટ રસિયાઓની સંભળાશે ચિચિયારીઓ

ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે કાલે સાંજે 6:30 કલાકે જ્યારે રવિવારે ડબલ હેડર મેચની મજા માણસે ‘રાજકોટિયન્સ’   ટાટા IPL પહેલા કરતા વધુ મોટું, વધુ ક્રેઝી…

ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે કાલે સાંજે 6:30 કલાકે જ્યારે રવિવારે ડબલ હેડર મેચની મજા માણસે ‘રાજકોટિયન્સ’

 

ટાટા IPL પહેલા કરતા વધુ મોટું, વધુ ક્રેઝી અને આકર્ષક બની રહ્યું છે ત્યારે હોમ ટીમને સપોર્ટ આપવા માટે ક્રિકેટ રસિકો અનેકવિધ રીતે મેચની મજા લેતા હોય છે. ત્યારે બીસીસીઆઇ દ્વારા વિવિધ શહેરોમાં ફેનપાર્કનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે શનિવાર એટલે કે આવતીકાલ અને રવિવારે કુલ ત્રણ મેચમાં નિહારી શકાશે. ત્યારે અહીં આવનાર ક્રિકેટ ચાહકો સીટીઓ, ચિચિયારીઓ કરતા નજરે પડશે ત્યારે ફેન પાર્કમાં ફેસ પેન્ટિંગ, બૂમો, ક્રેઝી સ્ટન્ટસ સાથે આ વખતે બધું જ ચાહકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

ક્રિકેટ, ખેલાડીઓ, મનપસંદ ટીમ્સ અને બીજા ઘણા બધા માટેના પોતાના પ્રેમને વ્યકત કરતા સર્વાધિક ઘેલા ચાહકોની સાથે IPL 2026 ફેન પાર્કસમાં ચાહકોને આકર્ષે છે. 50 શહેરોમાં ચાહકોને સ્પર્શતા ફેન પાર્કસ દેશભરમાં IPL ફીવરને ટેકઓવર કરવા તૈયાર છે.

જાયન્ટ સ્ક્રીન્સ પર ઝડપી લેવામાં આવનાર દરેક શ્વાસ થંભાવતી ક્ષણ સાથે, દરેક સ્થળ ચાહકોને સ્ટેડિયમ જેવી લાગણી કરાવનારું LIVE પ્રસારણ કરશે. કોઈ પણ ચાહક આને ચૂકશે નહીં કેમ કે પ્રવેશ બિલકુલ મફત છે તથા સંગીત, મરચન્ડાઇઝ, ફૂડ સ્ટોલ્સ, પીણાં અને IPL ના અધિકૃત ગયોજકો દ્વારા કેટલીક મનોરંજક પ્રવૃત્તિ સાથે મસ્તી અને રોમાંચ બમણાં થઇ જશે. આટલી બધી મઝા સાથે, પોતાની ટીમ્સ માટે ચિચીયારીઓ પાડતા ચાહકોને એવું લાગશે કે જાણે તેઓ સ્ટેડિયમમાં જ છે! રોમાંચ અને ઉત્તેજનામાં ઉમેરો કરવા, ફેન પાર્કસની મુલાકાત લઈ રહેલી વ્યક્તિઓ પોતાની મનપસંદ ટીમ, ખેલાડી અથવા ક્રિકેટ માટેના પોતાના પ્રેમને વ્યક્ત કરવા દ્વારા પોતાની ફેન મોમેન્ટસ દર્શાવવાને પાત્ર હશે. દરેક સીઝન અગાઉ કરતા વધારે મોટી થતી જાય છે, આ વખતે 10 લાખ ક્રિકેટ પ્રેમીઓનું અપેક્ષિત ટર્નઆઉટ ફેન પાર્કસમાં ઘેલછાનો અનુભવ કરશે.

બાઉન્ડ્રી પરની હિટસ, હેટ્રિકસ, અને સ્પિન્સના સાક્ષી બનવા માટે તમારા શહેરના ફેન પાર્કમાં તમારી ચાહતને જિવંત બનાવો. ભલે ત્યારે, કાઉન્ટ ડાઉન શરૂૂ થઈ ગયું છે! જે અંગે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી એટલું જ નહીં રવિવારે ડબલ હેડર મેચ હોવાના કારણે ઉપરથી જ ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ચિચિયારીઓ સંભળાશે ત્યારે હીટ વેવ ની આગાહી વચ્ચે મોટા કુલર, તથા છત્રીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *