શુક્રવારથી શરૂ થશે ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી
ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામે બોક્સિંગ ડે ટેસ્ટ માટે પોતાની ટીમ જાહેર કરી છે. કેપ્ટન પેટ કમિન્સ અને નાથન લિયોન ટીમમાંથી બહાર કરાયા છે. ઝાય રિચાર્ડસન અને ટોડ મર્ફીની વાપસી થઈ છે. રિચાર્ડસન ટીમમાં કમિન્સની જગ્યાએ છે, જ્યારે મર્ફી લિયોનની જગ્યાએ છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની એશિઝ શ્રેણીની ચોથી ટેસ્ટ બોક્સિંગ ડે ટેસ્ટ, 26 ડિસેમ્બરથી શરૂૂ થઈ રહી છે. આ મેચ મેલબોર્નમાં રમાશે.
બોક્સિંગ ડે ઉપર નાના ટેસ્ટ મેચની બધી ટિકિટો વેચાઈ ગયા બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ આ બંને ક્રિકેટરોને ટીમમાં ન સમાવાનો નિર્ણય લીધો હતો જેનાથી ક્રિકેટ રસિકોના નિરાશા જોવા મળી છે.
પેટ કમિન્સને બોક્સિંગ ડે ટેસ્ટમાંથી પડતો મુકવો એ ઓસ્ટ્રેલિયન ટીમના મેનેજમેન્ટ યોજનાનો એક ભાગ છે. ત્રીજી ટેસ્ટ દરમિયાન થયેલી ઈજાને કારણે નાથન લિયોનને બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો છે. લિયોનને હવે જમણા હેમસ્ટ્રિંગમાં ઈજા થશે. બોક્સિંગ ડે ટેસ્ટમાં પેટ કમિન્સની જગ્યાએ ઝાય રિચાર્ડસનનો સમાવેશ કરવામાં આવ્યો છે. નાથન લિયોનની જગ્યાએ ટીમમાં સામેલ થનારા સ્પિનર ટોડ મર્ફીને સાત ટેસ્ટમાં બે વર્ષનો અનુભવ છે, તેમણે 22 વિકેટ લીધી છે.
