સંગઠન એવું બનાવો કે, છેડતી કરનારા પહેલાં વિચાર કરે કે, આ પાટીદાર દીકરી છે

એસ.પી.જી.ની ચિંતન બેઠકમાં નીતિનભાઈ પટેલનું સૂચન નિવેદન ગાંધીનગર ખાતે સરદાર પટેલ ગ્રુપ એટલે કે એસપીજી દ્વારા ચિંતન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના સામાજિક…

એસ.પી.જી.ની ચિંતન બેઠકમાં નીતિનભાઈ પટેલનું સૂચન નિવેદન

ગાંધીનગર ખાતે સરદાર પટેલ ગ્રુપ એટલે કે એસપીજી દ્વારા ચિંતન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના સામાજિક મુદ્દાઓ,યુવાનો તથા દીકરીઓના લગ્ન જેવા મુદ્દાઓ પર આ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પાટીદાર સમાજના આગેવાનોએ પોતાના મત રજૂ કર્યા હતાં. આ સભામાં આવનારા ભવિષ્યમાં સમાજ અને સમાજના યુવાનો માટે મંથન કરવા માટેનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના સિનિયર નેતા નીતિન પટેલે સમાજની રાજકીય અને સામાજિક બાબતો પર પણ પોતાની વાત મૂકતા કહ્યું હતું કે સરદાર પટેલ પાટીદાર સમાજ સંગઠન માટે જે લોકોને અંદરની ભાવના છે તેઓ સૌ આજે અહીં ઉપસ્થિત છે. બાકી મેચ અને એમાં પણ ફાઇનલ મેચ વચ્ચે આજે અહીં આટલી સંખ્યા થાય તે ચિંતાનો વિષય હતો. સરકારમાં વર્ષોથી કામ કર્યું છે અને કરવડાવ્યું છે. સામાન્ય વાત છે આપણી ઈચ્છા હોય કે આપણા સમાજના લોકો આ કામમા જોડાય.બીજા ખર્ચ કર્યા સિવાય આપણે શિક્ષણમા રૂૂપિયો વાપરીએ. આપણા છોકરા ભણીને આગળ જાય તો યાદ રાખશે અને એ પણ મદદ કરશે. મહેસાણા સાબરકાંઠાના લોકો વિદેશમાં જાય છે. સંગઠન એવું મજબૂત બનાવો. કોઈ પણ હોય તેમને ખબર પડે કે આ પાટીદાર છે તો એની પાસે ખોટો ધંધો કરાવતા આંખે પાણી આવે એકલ દોકલ હોય એવી રીતે નહીં ચાલે.કોલેજ મા છોકરા વિચાર કરે કે છેડતી ન કરાય, છેડતી કરનાર પહેલા વિચારે કે આ પાટીદાર છે.
રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી અને પાટીદાર નેતા ઋષિકેશ પટેલે પણ સમાજ માટે પોતાની ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે પાટીદાર સમાજ આજે વ્યસન પણ કરે છે.

એવું સાંભળવા મળે છે.આપણે એ બધામાંથી બહાર આવવું પડશે..દીકરીઓ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે સરકારની સાથે પરિવારની પણ જવાબદારી છે. કે દીકરી પુખ્ત વયની થાય એટલે સ્વાભાવિક છે આકર્ષણ વધે. આ સમયે પરિવારે તેનું ધ્યાન રાખવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *