રૈયા ગામે વિધવા મહિલા ઉપર પિતરાઈ ભાઈનો હાંડાથી હુમલો

રૈયા ગામમાં 100 વારીયા પ્લોટ શેરી નંબર-9 જય અંબે પ્રોવિઝન સ્ટોર સામે રહેતી નયનાબેન દેવરાજભાઈ જાદવ (ઉ.વ. 29) નામની મહિલાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં…

રૈયા ગામમાં 100 વારીયા પ્લોટ શેરી નંબર-9 જય અંબે પ્રોવિઝન સ્ટોર સામે રહેતી નયનાબેન દેવરાજભાઈ જાદવ (ઉ.વ. 29) નામની મહિલાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાવેશ પ્રવીણભાઈ રાઠોડનું નામ આપ્યું છે.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, મહિના પૂર્વે તેના કાકાનો પુત્ર ભાવેશ રાઠોડ જે શેરીમાં જ રહેતો હોય જે ઘરે આવી નવેરામાં કુંડા, છોડવા રાખ્યા હોય તે ત્યાંથી ચાલીને જતી વખતે કુંડા નડતા હોય જેથી બોલાચાલી કરી હતી. જે બાબતે જે તે સમયે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. આ બાબતનો ખાર રાખી કાકાનો પુત્ર ભાવેશ છેલ્લા બે દિવસથી ઘરે આવી બકવાસ કરતો હોય પરંતુ મહિલા તેને કંઈ કહેતી ન હતી. દરમિયાન ગઈકાલ બપોરના બે વાગ્યા આસપાસ મહિલા ઘરે હતી ત્યારે ભાવેશ ઘરની બારીએ આવી ગાળો બોલતો હતો તેને ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાય રહે ડેલી આવી અહીં ગરમ પાણી કરવાનો હાંડો પડ્યો હોય જે હાંડો હાથમાં લઇ આ હાંડા વડે મહિલાને મારમાર્યો હતો બાદમાં અહીં પડેલ પથ્થરોના ઘા કર્યા હતા અને ઢીકાપાટુનો માર મારી કહેવા લાગ્યો હતો કે, મારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે તો તને જાનથી મારી નાખીશ. બાદમાં તે અહીંથી ભાગી ગયો હતો ત્યારબાદ આ મામલે મહિલાએ કૌટુંબિકભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *