સગીરાને ધમકી આપી અપહરણ કરનારને પાંચ વર્ષની સજા અને દંડ ફટકારતી કોર્ટ

રાજકોટમાં છ વર્ષ પૂર્વે પાડોશી શખ્સે સગીરાને ધમકી આપી અપહરણ કરવાના ચકચારી કેસમાં સગીરાને સગીરાએ શારીરિક અડપલાંની વાતને નકારતા કોર્ટે પોકસો એકટના ગુનામાં આરોપીને શંકાનો…

રાજકોટમાં છ વર્ષ પૂર્વે પાડોશી શખ્સે સગીરાને ધમકી આપી અપહરણ કરવાના ચકચારી કેસમાં સગીરાને સગીરાએ શારીરિક અડપલાંની વાતને નકારતા કોર્ટે પોકસો એકટના ગુનામાં આરોપીને શંકાનો લાભ આપ્યો છે. જ્યારે ધાકધમકી આપી અપહરણ કરવાના કેસમાં આરોપીને પાંચ વર્ષની સજા અને રૂૂ.15 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ, રાજકોટમાં રહેતા આરોપી નયન ઉર્ફે નયલો વિનુભાઈ ચૌહાણે પોતાના જ પાડોશમાં રહેતી 17 વર્ષ અને 8 માસની સગીરાના ઘરે જઈ તેણીને પોતાની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું અને જો તે બીજે ક્યાંય લગ્ન કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ નયન ઉર્ફે નયલો ચૌહાણે પોતાના મિત્રના બુલેટ મોટરસાયકલમાં સગીરાનું અપહરણ જૂનાગઢ લઈ ગયો હતો. જ્યાં રસ્તામાં તેણે શારીરિક અડપલાં પણ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ઘરે પરત ફરેલી ભોગ બનનાર સગીરાએ આપવીતી વર્ણવતા સગીરાના પિતાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો અને ભોગ બનનારની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાથી પોક્સો એક્ટ હેઠળ પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ચાર્જશીટ બાદ કેસ ચાલવા ઉપર આવતા ફરિયાદ પક્ષ દ્વારા 9 થી વધુ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને જરૂૂરી દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ કાર્યવાહી દરમિયાન ભોગ બનનાર સગીરાએ આરોપી દ્વારા ધમકી આપીને લલચાવી-ફોસલાવીને અપહરણ કરવાના તથ્યને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. પરંતુ પોતાની સાથે થયેલ શારીરિક અડપલાંની વાતને સમર્થન આપ્યું ન હતું.

આ ઉપરાંત બુલેટના માલિક આરોપીના મિત્ર અને ભોગ બનનાર સગીરાના ફરિયાદી પિતાએ પણ બનાવને સમર્થન આપ્યું હતું. તેમજ મદદનીશ સરકારી વકીલ આબિદ સોસનની દલીલો અને રજૂ રાખેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ટી.એસ. બ્રહ્મભટ્ટે આરોપી નયન ઉર્ફે નયલો ચૌહાણને સગીરાને ધાકધમકી આપી અપહરણ કરવાના ગુનામાં પાંચ વર્ષની સજા અને રૂૂ.15 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. શારીરિક અડપલાંના કેસમાં ભોગ બનનારે સમર્થન ન આપતા પોક્સોની કલમ 8 હેઠળ આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકવા હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસમાં સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ આબિદ સોસન રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *