રાજકોટની સ્ત્રક્રિષા એન્ટરપ્રાઈઝસ્ત્રસ્ત્ર પાસેથી ખરીદ કરેલ ગાર્મેન્ટ્સની ચુકવણી માટે આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે નસ્ત્રબોય ઝોનસ્ત્રસ્ત્રના પ્રોપરાઈટરને એક વર્ષની સજા અને ચેકની રકમ વળતર પેટે ફરિયાદીને 60 દિવસમાં ન ચૂકવે તો વધુ ત્રણ માસની કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે. આ કેસની હકીકત મુજબ નસ્ત્રક્રિષા એન્ટરપ્રાઈઝના નામથી ગાર્મેન્ટ્સનું વેચાણ કરતા હિરેન નરસિંહભાઈ કાંદરી પાસેથી નસ્ત્રબોય ઝોનના પ્રોપરાઈટર અમિત શ્યામસુંદર વર્માએ ગાર્મેન્ટ્સની ખરીદી કરી હતી.
આરોપી નસ્ત્રબોય ઝોનસ્ત્રસ્ત્રના પ્રોપરાઈટર અમિત શ્યામસુંદર વર્માએ ચુકવણી માટે રૂૂ.2.30 લાખનો ચેક આપ્યો હતો. જે ચેક નસ્ત્રફંડસ ઈન્સફીસીયન્ટસ્ત્રસ્ત્રના શેરા સાથે પરત ફરતા પાઠવેલી કાનૂની નોટિસ બજી જવા છતાં ચેક મુજબની રકમની ચૂકવણી નહી કરતા હિરેન કાંદરીએ નસ્ત્રબોય ઝોનસ્ત્રસ્ત્રના પ્રોપરાઈટર અમિત વર્મા વિરુધ્ધ રાજકોટની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138, 141 તથા 142 હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ કોર્ટે નસ્ત્રબોય ઝોનના પ્રોપરાઈટર અમિત શ્યામસુંદર વર્માને તકસીરવાન ઠરાવી એક વર્ષની સજા અને ચેકની રકમ વળતર પેટે ફરિયાદીને 60 દિવસમાં ન ચૂકવે તો વધુ ત્રણ માસની કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં ફરિયાદી વતી ધારાશાસ્ત્રી મલ્હાર કમલેશભાઈ સોનપાલ રોકાયા હતા.
