બે પિતરાઇ ભાઇઓ પર જીવલેણ હુમલો કરવાના કેસમાં આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટ

રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલા બેડી ગામે ત્રણ વર્ષ પૂર્વે એક તરફી પ્રેમમાં પાગલ યુવાને બે પિતરાઇ ભાઇઓ પર તીક્ષ્ણ હથિયાર વડે કરેલા જીવલેણ…

રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલા બેડી ગામે ત્રણ વર્ષ પૂર્વે એક તરફી પ્રેમમાં પાગલ યુવાને બે પિતરાઇ ભાઇઓ પર તીક્ષ્ણ હથિયાર વડે કરેલા જીવલેણ હુમલાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે આરોપીને ત્રણ વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે અને ઘવાયેલાઓને વળતર ચુકવવા આદેશ આપ્યો છે.

વધુ વિગત મુજબ મોરબી રોડ પર આવેલ બેડી ગામે રહેતા સંજય ઉર્ફે કાળુભાઇ અમરસિંહ બહુકીયા નામના પ્રૌઢે હડમતીયા ગામે રહેતો ધર્મેશ છીપરીયા નામના શખ્સ સામે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યા અંગેની કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની ભત્રીજીને જ્યાં પરણાવી હોય ત્યાં પરણાવી દેજો, તેને ત્યાંથી ભગાડી જઇશ. તેવી ધમકી આપી સંજય ઉર્ફે કાળુ બહુકીયા અને મોટાબાપુનો દીકરો મહેશ બાબુભાઇ બહુકીયા પર ગુપ્તી વડે હુમલો કર્યાનું જણાવ્યું હતું. પોલીસે ધર્મેશ છીપરીયાની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો. બાદ તપાનીશ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવતા કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદીની અને ઇજા પામનારે કેસને અનુરૂૂપ જુબાની આપી હતી અને કેસને સમર્થન આપ્યું હતું. પ્રથમ દર્શનીય ગુનો હોય આરોપી સભ્ય સમાજમાં ખુલ્લેઆમ ફરે તો માનવ જીવન માટે ખૂબ જ જોખમરૂૂપ હોય આથી સખ્ત સજા કરવાની સરકારી વકીલે માંગ કરી હતી.
તેમજ હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ટાંકેલા ચુકાદાને ધ્યાને લઇ અદાલતે આરોપી ધર્મેશ દિનેશ છીપરીયાને કલમ 307માં તક્સીરવાન ઠેરવી ત્રણ વર્ષની કેદ અને 10,000નો દંડ ફટકાર્યો છે. જ્યારે ફરિયાદી અને સાહેદને 20-20 હજારનું વળતર ચુકવવા હુકમ કર્યો છે. આ કામ સરકાર તરફે સરકારી વકીલ રક્ષીત કલોલા અને મુળ ફરિયાદી વતી કલ્પેશ નસિત રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *