મોરબી પંથકમાં સગીરાને હવસનો શિકાર બનાવનારને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ

મોરબી નજીકના ગામમાં રહીને મજુરી કરતા શ્રમિક પરિવારની સગીરા સાથે વર્ષ 2019 માં એક ઇસમેં દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી જેથી પોલીસે ગુનો નોંધ્યો હતો…

મોરબી નજીકના ગામમાં રહીને મજુરી કરતા શ્રમિક પરિવારની સગીરા સાથે વર્ષ 2019 માં એક ઇસમેં દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી જેથી પોલીસે ગુનો નોંધ્યો હતો જે કેસ સ્પે. (પોક્સો) જજ અને એડીશનલ સેશન્સ જજ, મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી 20 વર્ષની સખ્ત કેદની સજા અને રૂૂ 25,000 દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.

જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 01-06-2019 ના રોજ મોરબીથી પાંચ-સાત કિમીના અંતરે આવેલ ગામની સીમમાં રહીને મજુરી કરતા શ્રમિક પરિવારની સગીરા સાથે એક શખ્શે દુષ્કર્મ આચર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં ભોગ બનનારના પિતાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી રમેશ પુનાજી ડામોર રહે મૂળ સંતરામપુર મહીસાગર હાલ મોરબીના રાજપર ગામની સીમમાં વાળા શખ્શે એકલતાનો લાભ લઈને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી હતી ભોગ બનનાર સગીરાને ચાર માસનો ગર્ભ રહી ગયો હતો મોરબી તાલુકા પોલીસે પોક્સો અને દુષ્કર્મની કલમો અંતર્ગત ગુનો નોંધી તપાસ ચલાવી હતી.

જે કેસ સ્પે. (પોક્સો) જજ અને એડીશનલ સેશન્સ જજ, મોરબી ભૂમિકા કનૈયાલાલ ચંદારાણાની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષે મદદનીશ સરકારી વકીલ એન ડી કારીયાએ કોર્ટમાં રજુ કરેલી દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી રમેશભાઈ પુનાજી ડામોરને કસુરવાન ઠેરવ્યો હતો આરોપી રમેશ ડામોરને ભારતીય દંડ સંહિતાની કલમ 376(2),(એચ) (જે), (એન), 506 (2) તથા પોક્સો એક્ટની કલમ 3 (એ) (સી), 4,5 (જે-ઈંઈં) (એલ) મુજબના ગુનામાં 20 વર્ષની સખ્ત કેદની સજા અને રૂૂ 25,000 દંડ ફટકાર્યો છે અને દંડની રકમ ના ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવા હુકમ કર્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *