મિત્રની સગીર પુત્રીને હવસનો શિકાર બનાવનાર વિધર્મી શખ્સની જામીન અરજી ફગાવતી અદાલત

શહેરમાં ધો.9માં અભ્યાસ કરતી મિત્રની સગીર પુત્રી ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં વીધર્મી પરિણીત શખ્સની રેગ્યુલર જામીન અરજી અદાલતે નામંજૂર કરતો હુકમ કર્યો છે. આ કેસની…

શહેરમાં ધો.9માં અભ્યાસ કરતી મિત્રની સગીર પુત્રી ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં વીધર્મી પરિણીત શખ્સની રેગ્યુલર જામીન અરજી અદાલતે નામંજૂર કરતો હુકમ કર્યો છે.


આ કેસની હકીકત મુજબ રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ભારતીગરમાં રહેતા રફીક સૈયદભાઈ આરબ નામના શખ્સે મિત્ર સાથે એક બીજાના ઘરે આવવા જવાના સબંધનો લાભ લઈ મિત્રના ઘરે સ્કુટરની ચાવી ભૂલી ગયો હોવાનું કહી ચાવી આપી જવાનું કહ્યું હતું. જેથી મિત્રની ધો.9માં અભ્યાસ કરતી સગીરા રફીક આરબના ઘરે ચાવી દેવા માટે ગઈ હતી. ત્યારે રફીક આરબની દાનત બગડતા સગીરાને મોઢે ડૂચો આપી તેણીની મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધ્યો હતો. જે ઘટના અંગે સગીરાએ પોતાના માતા-પિતાને આપવીતી વર્ણવતા ખળભળાટ મચી ગયો હતો. આ અંગે ભોગ બનનાર સગીરાએ ગત તા.11-4-2023 ના રોજ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી રફીક આરબની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આરોપી વિરુદ્ધ ગુનાને લગતો પૂરતો પુરાવો મળી આવતા તપાસ અધિકારીએ પોક્સો અદાલતમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું. ચાર્જશીટ થયા બાદ આરોપીએ જેલ મુક્ત થવા રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી.

જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ સરકાર પક્ષે સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ સેશન્સ જજ પી.જે. તમાકુવાળાએ આરોપી રફીક સૈયદભાઈ આરબની ચાર્જશીટ પછીની રેગ્યુલર જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે.આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *