લોકઅપમાં ત્રણ યુવકને માર મારવાના પ્રકરણમાં પી એસઆઈ અને કોન્સ્ટેબલ સામે ગુનો નોંધવા કોર્ટનો હુકમ

  પડધરીમાં રહેતા માવજીભાઈ જેમલભાઈ ગોહિલ, મુકેશભાઈ રણજીતભાઈ ગોહિલ તથા ઉમેદભાઈ રામજીભાઈ ડોડીયાને પડધરી પોલીસના તત્કાલીન પી.એસ.આઈ. જે.વી. વાઢીયા તથા અન્ય પોલીસ કર્મચારીઓએ તા.9-11-19 ના…

 

પડધરીમાં રહેતા માવજીભાઈ જેમલભાઈ ગોહિલ, મુકેશભાઈ રણજીતભાઈ ગોહિલ તથા ઉમેદભાઈ રામજીભાઈ ડોડીયાને પડધરી પોલીસના તત્કાલીન પી.એસ.આઈ. જે.વી. વાઢીયા તથા અન્ય પોલીસ કર્મચારીઓએ તા.9-11-19 ના રોજ રાત્રે લોકઅપમાં લાકડી અને પટ્ટાથી માર મારેલ હતો. જેની ઈન્કવાયરી મંજુર કરી પી.એસ.આઈ. જે.વી.વાઢીયા તથા કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ બલવંતસિંહ રાણા સામે ફરીયાદ રજીસ્ટરે લેવાનો પડધરી કોર્ટે હુકમ કર્યો છે. આ કેસની વિગત એવી છે કે આ ફરીયાદી ગઈ તા.9-11-19 ના રોજ રાત્રે તેઓને કોઈ ગુનામાં પડધરી પોલીસ સ્ટેશને લઈ ગયેલ હતા.

જ્યાં પી.એસ.આઈ. વાઢીયા તથા અન્ય ચાર-પાંચ પોલીસવાળાઓ તેઓને પટ્ટાથી અને પ્લાસ્ટીકની લાકડીથી માર મારેલ હતો. તેવી જ રીતે સાહેદ મુકેશભાઈ 2ણજીતભાઈ ગોહિલને પણ તે જ દિવસે રાત્રે બારેક વાગ્યે પોલીસ ઘરેથી લઈ ગયેલ હતી. તેઓને પણ પી.એસ.આઈ. વાઢીયા તથા તેની સાથેના પોલીસ કર્મચારીઓએ લાકડી અને પટ્ટાથી માર મારેલ હતો. જેથી તેઓને શરીરના પગના બંને પંજા ઉપર અને હાથના પંજા ઉપર ઈજા થયેલ હતી. અને પોલીસ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહે ધમકી આપેલ કે, તારા હાથપગ ભાંગી નાખવાના છે. તેવી જ રીતે સાહેદ ઉમેદ રામજીભાઈ ડોડીયાને પણ પડધરી પોલીસ ઘરેથી લઈ ગયેલ હતી. તેઓને પણ માર મારેલ હતો. જેની ફરીયાદ તેઓએ કોર્ટ રૂૂબરૂૂ આપેલ હતી. ત્યારબાદ આ ઈન્કવાયરીમાં ફરીયાદી તરફે જરૂૂરી સાહેદો તપાસવામાં આવેલ હતા. જરૂૂરી દસ્તાવેજો પણ રજુ કરવામાં આવેલ હતા.

ફરીયાદી તરફે દલીલ થયેલ હતી કે, આરોપીઓએ તેઓની કસ્ટડીમાં ગેરકાયદેસર રીતે માર મારેલાનું પ્રાથમીક દૃષ્ટીએ જણાય આવે છે. અને સાહેદોના પુરાવાથી તેઓને સમર્થન મળે છે. આમ સમગ્ર પુરાવો તથા દલીલ ધ્યાને લઈ પડધરીના મહે.જયુડી.મેજી.ફ.ક. ઈન્કવાયરી મંજુર કરી તાત્કાલીક પી.એસ.આઈ. જે.વી.વાઢીયા, પોલીસ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ બલવંતસિંહ રાણા સામે ફરીયાદ 2જીસ્ટરે લેવાનો હુકમ કરેલ હતો. આ કેસમાં ફરીયાદી તરફે રાજકોટના એડવોકેટ જીતેન્દ્રસિંહ વી. પરમાર, ચિરાગભાઈ મેતા, રાજેન્દ્રસિંહ પરમાર, વિજયભાઈ જોષી, સચીનભાઈ સોલંકી, ઈકબાલભાઈ થૈયમ, એસ.એમ. ડાભી રોકાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *