સૌરાષ્ટ્રના લોકમેળાઓની પરંપરાને જાળવી રાખતા, જામનગર મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પણ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજની સ્થિતી પ્રમાણે શ્રાવણી લોક મેળાના આયોજન પર કોર્ટે સ્ટે આપ્યો છે. જેને પગલે આયોજકો ચિંતામાં મુકાયા છે.
જામનગરની સેશન્સ કોર્ટમાં આજે પાલિકાના ઉચ્ચ અધિકારી ડેપ્યુટી કલેક્ટરની હાજરીમાં બે કલાક જેટલો સમય દલીલો ચાલી હતી. કોર્ટ દ્વારા રાઇડ્સની મજબુતાઇ અને સલામતીના પુરાવા માંગવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે. જાનનગરમાં દર શ્રાવણ માસમાં શ્રાવણી લોક મેળાનું મોટું આયોજન કરવામાં આવતું હોય છે. જામનગરના પ્રદર્શન મેદાનમાં લોક મેળાના આયોજનની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી હતી. તે દરમિયાન સેશન્સ કોર્ટ દ્વારા લોક મેળો યોજવા સામે હંગામી સ્ટે આપ્યો છે. જેને પગલે ચિંતા વ્યાપી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આજે જામનગરની સેશન્સ કોર્ટમાં પાલિકાના ઉચ્ચ અધિકારી ડેપ્યુટી કલેક્ટરની હાજરીમાં બે કલાક દલીલો ચાલી હતી. જેમાં કોર્ટ દ્વારા લોક મેળામાં મુકવામાં આવનાર રાઇડ્સની મજબુતાઇ અને સલામતીના તમામ પુરાવાઓ રજુ કરવા માટે જણાવ્યું છે.
રાહતની વાત એ છે કે, કોર્ટ દ્વારા પુરાવા રજુ કર્યે મેળા પરથી હંગામી સ્ટે ઉઠાવી લેવાની વાત કહેવામાં આવી છે. જે બાદ વહીવટી તંત્ર રાઇડ્સની મજબુતાઇ અને સલામતીના પુરાવાઓ એકત્ર કરવામાં લાગ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, આગામી 10મી ઓગસ્ટથી 24મી ઓગસ્ટ સુધી બે સપ્તાહ ચાલનારા આ મેળામાં લોકોની સુરક્ષાને પ્રાધાન્ય આપવા માટે, મનપા દ્વારા રૂૂ. 10 કરોડનો વીમો ઉતારવામાં આવ્યો છે. આ રકમ ગયા વર્ષના રૂૂ. 5 કરોડના વીમા કરતાં બમણી છે.
