રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ બાદ મહાનગર પાલિકામાં ખાલી પડેલી ઈન્ચાર્જ ફાયર ઓફીસરની જગ્યા પર ભુજના અનિલકુમાર મારૂૂની બદલી કરવામાં આવી હતી. ચાર્જ સાંભળ્યા બાદ લાંચ લેતા ઝડપાયેલા ઈન્ચાર્જ ફાયર ઓફીસર અનિલકુમાર મારૂૂને શરતોને આધીન હાઇકોર્ટે જામીન મુક્ત કરતો હુકમ કર્યો છે.
આ કેસની ટુંકમાં હકિકત મુજબ રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ બાદ મહાનગર પાલિકામાં ખાલી પડેલી ઈન્ચાર્જ ફાયર ઓફીસરની જગ્યા પર ભુજના અનિલકુમાર મારૂૂની બદલી કરવામાં આવી હતી. રાજકોટ મહાનગર પાલિકામાં ઈન્ચાર્જ ફાયર ઓફીસર વર્ગ-1 તરીકે ચાર્જ સાંભળ્યા બાદ ફાયર સેફટી એજન્સીનું કામ કરતા ફેઈયાદી અનિલ મારૂૂને એટલાનટીસ હાઈટસની ફાયર સેફટી એન.ઓ.સી. આપવા માટે મળેલ અને તે બાબતે તેઓની સાથે વાતચીત કરતા તેઓએ કહેલ કે એન.ઓ.સી. મેળવવા બધા કરે છે તેમ વહીવટ કરવો પડશે. અને એન.ઓ.સી. કઢાવવાના રૂૂ.3 લાખની માંગણી કરી હતી. જેમાંથી રૂૂ.1.20 લાખ રૂૂપિયા આપ્યા હતા.
બાકીના રૂૂ.1.80 લાખ ચાર દિવસમાં આપી જશે તેવી વાત થઈ હતી. જે બાકીના રૂૂપિયા આપવા માંગતા નહિ હોવાથી ફરિયાદીએ એસીબી કચેરીમાં ફરીયાદ કરતા છટકુ ગોઠવી એસીબીએ લાંચની રકમ સાથે અનિલ મારૂૂની ધરપકડ કરી હતી. જેલમાંથી આરોપીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી રદ થયા પછી હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ અનિલકુમાર મારૂૂના બચાવ પક્ષે કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ હાઇકોર્ટે આરોપી અનિલ મારૂૂને શરતોને આધિન જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે.આ કેસમાં આરોપી અનિલ મારૂૂ વતી હાઈકોર્ટના સિનીયર એડવોકેટ નિરૂૂપમભાઈ નાણાવટી, રાકેશભાઈ દોશી, પ્રતિકભાઈ જસાણી તથા ગૌતમ ગાંધી રોકાયા હતા.