વાહન અકસ્માતના નુકસાનીના રુપિયા આપવાના બહાને બોલાવી હુમલો કર્યો’તો
રાજકોટમાં આર.ટી.ઓ પાછળ આવેલા હુડકો ક્વાર્ટરમાં રહેતા ફરિયાદી વિજયસિંહ મહિપતસિંહ જાડેજા અને તેમના મોટા ભાઈ વિક્રમસિંહ ગત તા.16/10/24 ના રાત્રીના દસેક વાગ્યાના અરસામાં જૂના માર્કેટીંગ પાર્ક ખાતે નોકરીમા હતા ત્યારે મીત્ર યોગીરાજસિંહ સોઢાનો વિક્રમસિંહ ઉપર ફોન આવેલ અને કહેલ કે ગૌરીદળ ગામ પાસે મારુ વાહન ભટકાતા સામેવાળા ખર્ચો દેવા માટે બોલાવે છે તમે રતનપર ગામ રસમધામ સોસાયટી પાસે આવજો તેવી વાત કરતા વિજયસિંહ, વિક્રમસિંહ અને તેના મિત્ર સાગરભાઈ વાવજુભાઈ ચૌહાણ કાર લઈ રતનપર ગામ સમધામ સોસાયટી ખાતે ગયા હતા.
ત્યારે રવિરાજસિંહ ગોહિલ સહિત ત્રણ શખ્સો બાઇકમાં ધારીયા અને તલવાર સાથે ધસી આવ્યા હતા. અને ત્રણેય ઉપર હુમલો કરી માર માર્યો હતો. જે અંગે વિજયસિંહ સોઢાએ હુમલાખોર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં બે આરોપીની અટક કરી જેલ હવાલે કર્યા હતા. ત્યારબાદ આરોપી રવિરાજસીહ રણુંભા ગોહેલ અને અનિરૂૂધ્ધસિંહ કેશુભાં જાડેજાએ પોતાના એડવોકેટ મારફત જામીન મુકત્ત થવા રાજકોટ કોર્ટમા અરજી કરી હતી.
જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને કોર્ટ દ્વારા બંને આરોપીને જામીન મુક્ત્ત કરવા હુકમ ફરમાવ્યો હતો.આ કેસમાં બંને આરોપી વતી રાજકોટના યુવા એડવોકેટ રણજીતભાઈ એમ. પટગીર, સાહિસ્તાબેન એસ. ખોખર, પ્રહલાદસીંહ બી. ઝાલા અને મીતેશ એચ. ચાનપુરા રોકાયા હતા.
