નાગરિક બેંકની ચૂંટણી, બન્ને પક્ષ સાથે આવતીકાલે કલેક્ટરની બેઠક

ઉમેદવારોના ચૂંટણી ચિહ્ન ફાળવવા સહિતના મુદ્દે થશે ચર્ચા સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલી રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીની આગામી તા. 17મીએ યોજાશે. ચૂંટણી અગાઉ જ 6…

ઉમેદવારોના ચૂંટણી ચિહ્ન ફાળવવા સહિતના મુદ્દે થશે ચર્ચા

સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલી રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીની આગામી તા. 17મીએ યોજાશે. ચૂંટણી અગાઉ જ 6 જેટલી બેઠકો બિન હરીફ જાહેર કરવામાં આવી છે. હાલ સરકાર પેનલના 15 અને સંસ્કાર પેનલના 11 ઉમેદવારો માટે કુલ સાત બુથ પર 332 જેટલા સભાસદો મતદાન કરશે તે અગાઉ આવતીકાલે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બન્ને પક્ષના ઉમેદવારો સાથે બેઠક કરવામાં આવશે.


બુધવારે જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી પ્રભવ જોષી દ્વારા બંને પક્ષના ઉમેદવારો સાથે બેઠક બોલાવવામાં આવી છે. સહકારી નાગરિક બેંકની 17 મીએ મતદાન યોજાવા જઈ રહ્યું છે. જેને લઇ ચૂંટણી અધિકારી દ્વારા ચર્ચા કરવામાં આવશે તેમજ ઉમેદવારોના ચુંટણી ચિહ્ન ફાળવવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે. તેમજ ઉમેદવારોને જરૂૂરી સૂચનાઓ પણ આપવામાં આવશે. આ બેઠક 3: 30 વાગ્યાની કલેક્ટર કચેરી ખાતે યોજાશે. નાગરિક બેંક ખાતે ચૂંટણીમાં રોકાયેલ નાગરિક બેંકનો સ્ટાફ, સરકારી અધિકારીઓની તાલીમવર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40 જેટલા કર્મચારીઓ હાજર રહ્યા હતા. આગામી ચૂંટણી અંગે સૂચનાઓ આપવામાં આવી હતી. આ તાલીમ વર્ગમાં જિલ્લા રજીસ્ટર, ચૂંટણી અધિકારી, ચૂંટણીમાં રોકાયેલો સ્ટાફ હાજર રહ્યો હતો. અને જરૂૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *